તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મોરબી: CMએ સારંગપુરમાં કર્યા બાપાના દર્શન, રાજ્યપાલ સાથેનો કાર્યક્રમ રદ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મોરબી: મોરબીમાં આયોજિત યુવા સંમેલન કાર્યક્રમમાં શિક્ષણ, રમતગમત ક્ષેત્રમાં તેમજ અન્ય સ્પર્ધાઓમાં વિજેતા બનેલા યુવાનોને મુખ્યમંત્રીના હસ્તે મોમેન્ટો અર્પણ કરીને તેમને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત સરકારની યુવા સ્વાવલંબન યોજના હેઠળ શિક્ષણ સહાયના ચેક પણ વિદ્યાર્થીઓને અર્પણ કરવામાં આવ્યા હતા. યુવા સંમેલનમાં યુવાનોને સંબોધતા રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રુપાણીએ જણાવ્યું હતું કે, મોરબી જીલ્લાના ઉદ્યોગ સાહસિકોએ યુવાનોને ઘરઆંગણે રોજગારીની તકો પૂરી પાડી છે અને રોજગારી ઉભી કરવામાં મોરબી અને ગુજરાત રાજ્ય અવ્વલ રહ્યું છે તો આગામી વર્ષમાં રાજ્ય સરકાર 67 હજાર યુવાનો માટે વિવિધ ભરતીઓ લાવી રહી છે. તેમજ યુવાનોને રાષ્ટ્રવાદનો નારો આપીને દેશના ઘડતરમાં સહભાગી બનવાની પણ અપીલ કરી હતી.
પ્રમુખ સ્વામી સ્વર્ગમાંથી પણ આશિર્વાદ આપતા રહેશે
આજે વહેલી સવારે તેઓ સારંગપુર ખાતે બ્રહ્મલીન થયેલા પ્રમુખ સ્વામીના દર્શન માટે મોરબીથી રવાના થયા હતા. તેઓએ સારંગપુરમાં આરતી કરી હતી અને બાપાના દર્શન કર્યા હતા. બાદમાં તેમણે જણાવ્યું હતું કે, સ્વર્ગમાંથી પણ મળતા રહેશે બાપાના આશિર્વાદ. બાપાની ખોટ ગુજરાતભરના લોકો અનુભવશે. તેમણે હિન્દુ સંસ્કૃતિને નવી ઓળખ આપી હતી.
મોરબી જિલ્લા સેવાસદનનું લોકાર્પણ અને ભૂમિપૂજન કાર્યક્રમ યોજાયો
શનિવારે સર્કીટ હાઉસ ખાતે રાત્રી રોકાણ બાદ રવિવારે સવારથી ભરચક કાર્યક્રમોમાં સવારે 9 : 05 કલાકે નવા જીલ્લા સેવાસદનનું લોકાપર્ણ કરવામાં આવ્યું હતું. તેમજ ભૂમિપૂજન કાર્યક્રમ પણ યોજાયો હતો. બાદમાં સવારે 10 : 10 કલાકે રવાપર કેનાલ રોડ પર આવેલા રામોજી ફાર્મમાં યુવા સંમેલન યોજાયું હતું અને સવારે 11 : 30 કલાકે ટંકારાના વીરપર મુકામે આવેલા સમય કેમ્પસમાં મહિલા સંમેલન યોજાયું હતું. બપોરે ભોજન બાદ હળવદ જવા રવાના થશે જ્યાં માર્કેટિંગ યાર્ડ હળવદ ખાતે બપોરે 2 : 25 વાગ્યે ખેડૂત સંમેલનને મુખ્યમંત્રી સંબોધન કરશે. સાંજે 6: 50કલાકે એલ.ઈ. ગ્રાઉન્ડ ખાતે કલ્ચરલ કાર્યક્રમમાં હાજરી આપશે અને રવિવારે રાત્રીના પણ સર્કીટ હાઉસ ખાતે રાત્રી રોકાણ કરશે.
રાજ્યપાલ સાથેનો કાર્યક્રમ રદ કરાયો
આજે રવિવારે બપોર પછી 4.30 વાગે મોરબીના સર્કીટ હાઉસ નજીક રાજ્યપાલની ઉપસ્થિતિમાં એટહોન કાર્યક્રમ યોજાવાનો હતો. પરંતુ આ કાર્યક્ર રદ કરવામાં આવ્યો છે.
15 ઓગસ્ટે ધ્વજવંદન
15 ઓગસ્ટના 0રોજ સવારે 8 : 55 કલાકે પરશુરામ પોટરી ખાતે મુખ્યમંત્રી આવી પહોંચશે, ત્યાં નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ પણ ઉપસ્થિત રહે તેવી શક્યતા છે. સ્વતંત્રતા દિવસ પર મુખ્યમંત્રી ધ્વજવંદન કર્યા બાદ પરેડનું નિરીક્ષણ કરશે. તેમજ પોલીસ જવાનો દ્વારા થતી પરેડ અને કરતબ નિહાળશે. તે ઉપરાંત વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો પણ નિહાળશે અને 11 વાગ્યે મોરબીથી ગાંધીનગર જવા માટે રવાના થશે. તો મોરબીમાં સૌપ્રથમ વખત રાજયપાલની ઉપસ્થિતિમાં એટહોમ કાર્યક્રમ યોજાશે. પહેલીવાર એવું બનશે કે કોઈ સીએમ મોરબી ખાતે બે રાત્રી રોકાણ કરે.
વધુ તસવીર જોવા આગળ ક્લિક કરો...(તસવીરોઃ રોહન રાંકજા, મોરબી)

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

વધુ વાંચો