સુપ્રભાત...

રાજકોટના હાઇબોન્ડ સિમેન્ટ ગ્રુપની 45 જગ્યાઓ પર આઇટીનું સર્ચ ઓપરેશન
રાજકોટના હાઇબોન્ડ સિમેન્ટ ગ્રુપની 45 જગ્યાઓ પર આઇટીનું સર્ચ ઓપરેશન

Prakash Parmar

Aug 10, 2016, 09:37 AM IST
રાજકોટ: રાજકોટમાં ઇન્કમ ટેક્સ વિભાગ દ્વારા છેલ્લા થોડા સમયથી અલગ અલગ ગ્રુપ પર તવાઇ બોલાવવામાં આવી રહી છે. ત્યારે આજે રાજકોટના વડાલિયા ફૂડ્સ, હાઇબોન્ડ સિમેન્ટ ગ્રુપ પર ઇન્કમ ટેક્સ વિભાગ દ્વારા સર્ચ ઓપરેશન 10મી તારીખથી હાથ ધરવામાં આવ્યું છે. શહેરની અલગ અલગ જગ્યાએ ગ્રુપની જગ્યાઓ પર સર્ચ ઓપરેશન હાથ ધરાયું છે. સિમેન્ટ, ફૂડ, બાંધકામ, જીનિંગ મિલ સહિતના અડધો ડઝન વ્યવસાય સાથે જોડાયેલા હાઇબોન્ડ ગ્રૂપ ઉપર બુધવાર વહેલી સવારે આવક વેરા વિભાગે મેગા સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે. 24 કલાકથી ઇન્કમ ટેક્સ વિભાગ દ્વારા દરોડાની કામગીરી ચાલી રહી છે. 24 કલાકના અંતે ત્રણ કરોડ મળી આવ્યા છે. જ્યારે 20 લોકર સીલ કરવામાં આવ્યા છે.
54 જેટલા સ્થળે આઇટીના 250થી વધુ અધિકારીઓ ત્રાટક્યા
રાજકોટ, મોરબી, અમદાવાદ, ઉપલેટા સહિતના 54 જેટલા સ્થળે આઇટીના અધિકારીઓએ સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે. સર્ચમાં 18 ઘર, 36 ઓફિસ, ફેક્ટરીમાં તપાસના પ્રાથમિક અહેવાલ મુજબ કરોડો રૂપિયા રોકડ મળ્યા છે. આ ઉપરાંત જ્વેલરી, જમીન, મકાનના દસ્તાવેજો અને લોકર્સ મળતા તપાસ શરૂ કરી છે.
130 પોલીસ અધિકારીઓ સર્ચ ઓપરેશનમાં જોડાયા
આવક વેરા વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે, આઇટી ઇન્વેસ્ટિગેશન વિંગના વડા પંકજ શ્રીવાસ્તવ, અાસી. ડાયરેક્ટર વૈભવ અગ્રવાલના માર્ગદર્શન હેઠળ હાઇબોન્ડ સિમેન્ટ, વડાલિયા ફૂડ તથા તેને સંલગ્ન પેઢી અને ભાગીદારોના 54 સ્થળોએ તપાસ હાથ ધરી હતી. રાજકોટમાં પંચવટી હોલ પાસે રાજેન્દ્ર વડાલિયા અને તેમના ત્રણ ભાઇના ઘર શ્રીનાથજી ટાવર, મોરબીમાં જીનિંગ મિલ, ગોંડલ રોડ પર ઓફિસ, શાપરમાં સિમેન્ટ ફેક્ટરી, કોઠારિયામાં વડાલિયા ફૂડ, રિયલ એસ્ટેટની ઓફિસ સહિતના કુલ 54 સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા છે. અધિકારીઓની તપાસમાં કરોડો રૂપિયા રોકડ, સોના-ચાંદી અને હીરાના દાગીના તેમજ લોકર્સ મળી આવ્યા છે. આ કામગીરી માટે 250 અધિકારીઓનો કાફલો અને 130 પોલીસ કર્મચારીઓ જોડાયા છે. શુક્રવાર સુધી આવકવેરા વિભાગના અધિકારીઓ સર્ચની કાર્યવાહી કરશે. રાજકોટના ઇતિહાસમાં પ્રથમ વખત આટલું મોટું ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે.
150થી વધુ અધિકારીઓ ત્રાટક્યા, કંપનીના માલિક અને ભાગીદારોને ત્યાં કાર્યવાહી
ગ્રુપની 45થી વધુ જગ્યાઓ પર આઇટીના 150થી વધુ અધિકારીઓ સર્ચ ઓપરેશન માટે ત્રાટક્યા છે. કંપનીના માલિક અને ભાગીદારોને ત્યાં કાર્યવાહી હાલ ચાલુ છે.
ઓપરેશન અત્યંત ગુપ્ત રખાયું

હાઇબોન્ડ અને વડાલિયા ગ્રૂપ ઉપર સરવે હાથ ધરવા માટે ઇન્વેસ્ટિગેશનના અધિકારીઓએ અમદાવાદ, સુરત અને વડોદરાના અધિકારીઓની મદદ લીધી હતી. આઇટી ક્યા દરોડા પાડવા જઇ રહ્યું છે તેની કોઇને શંકા ન જાય તે માટે પહેલા તમામ અધિકારીઓના કાફલાને અમદાવાદ લઇ જવાયા હતા. બાદમાં અચાનક વહેલી સવારે રાજકોટ લવાયા અને હાઇબોન્ડ ગ્રૂપ ઉપર દરોડાની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી.
ગુજરાતની તમામ આઇટી કચેરીના અધિકારીઓને બોલાવાયા

છેલ્લાં એક વર્ષથી આવક વેરા વિભાગની ઇન્વેસ્ટિગેશન વિભાગની ટીમ હાઇબોન્ડ ગ્રૂપ ઉપર નજર રાખી તપાસ કરતી હતી. અંતે તમામ સરવે અને તપાસ બાદ રાજકોટ, અમદાવાદ, જામનગર, વાપી, સુરત, વડોદરા, ગાંધીધામ સહિતની રાજ્યની તમામ કચેરીમાંથી આઇટી અધિકારીઓને મંગળવારે રાત્રે રાજકોટ બોલાવી લેવાયા હતા અને બુધવારે વહેલી સવારે ઓપરેશન શરૂ કરાયું હતું.
વધુ તસવીરો જોવા આગળ ક્લિક કરો...(તસવીરો: રવિ ગોંડલિયા, રાજકોટ)
X
રાજકોટના હાઇબોન્ડ સિમેન્ટ ગ્રુપની 45 જગ્યાઓ પર આઇટીનું સર્ચ ઓપરેશનરાજકોટના હાઇબોન્ડ સિમેન્ટ ગ્રુપની 45 જગ્યાઓ પર આઇટીનું સર્ચ ઓપરેશન
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી