ઉપવાસ....

રાજકોટમાં ટ્રેન મારફતે પાણી લાવવામાં આવ્યું ત્યારે તત્કાલિન મેયર વજુભાઈ વાળા ઉપસ્થિત હતા
રાજકોટમાં ટ્રેન મારફતે પાણી લાવવામાં આવ્યું ત્યારે તત્કાલિન મેયર વજુભાઈ વાળા ઉપસ્થિત હતા

Prakash Parmar

Apr 21, 2016, 08:31 AM IST
રાજકોટ: મહારાષ્ટ્રના લાતૂરમાં જે દ્રશ્યો સર્જાયા છે તેની પાછળ પાણી જવાબદાર છે. અહીં લોકોને પાણી પૂરું પાડવા રેલવેનો ઉપયોગ થયો છે. ગુજરાતમાં હાલ એવી સ્થિતિ નથી પરંતુ ગુજરાતની જનતાએ આવા દ્રશ્યો 30 વર્ષ અગાઉ જોયા હતાં. ગુજરાતમાં 86-87ની સાલમાં રાજ્ય વ્યાપી દુષ્કાળ પડ્યો હતો. સમગ્ર ગુજરાતમાં લોકો પીવાના પાણી માટે વલખાં મારતાં હતાં. રાજકોટમાં માત્ર 7 ઇંચ જ વરસાદ જ વરસ્યો હતો. ત્યારે ટ્રેન દોડાવી પાણી આપવામાં આવ્યું હતું.

વીસ હજાર લિટરનું એક વેગન એવા 70 વેગન આવતાં

એ સમયના સાક્ષી અને ભાજપના પુર્વ મેયર જનક કોટકે divybhaskar.com સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, લોકોને હિજરત કરવાનો પણ વારો આવ્યો હતો. પરંતુ ત્યારની રાજ્‍ય સરકારે ટ્રેન દ્વારા પણ રાજકોટની જનતાને પાણી પૂરું પાડ્યું હતું. અમદાવાદની સાબરમતીનું પાણી રાજકોટ લાવવામાં આવ્યું હતું. સતત ત્રણ મહિના તબક્કાવાર રેલવેનો પાણી પહોંચાડવા ઉપયોગ કરાયો હતો. એક વેગનમાં 20 હજાર લિટર પાણી આવતું, એક ટ્રેનમાં અંદાજીત 70 વેગન આવતાં જે પાણી લોકો સુઘી પહોચતું.

સરકાર કોંગ્રેસની,પણ વજુભાઇ ઓળખાયા પાણીવાળા મેયરથી

પાણીનો કકળાટ હતો તે સમયે રાજ્યમાં કોંગ્રેસની સરકાર હતી જ્યારે રાજકોટ શહેરમાં ભાજપનું શાસન હતું. આ સમયે રાજ્યના મુખ્યમંત્રી અમરસિંહ ચૌધરી હતાં. જ્યારે રાજકોટ મનપાના મેયર તરીકે વજૂભાઈ વાળા હતા. રાજ્ય સરકારને મેયરે વિનંતી કરતાં પાણીની વ્યવસ્થા કરવામાં આવી હતી. આ સમયે પણ પાણી મુદ્દે રાજકારણ થયું હતું. જે રાજકારણમાં યશ વજુભાઈ વાળા ખાટી ગયાં હતાં. બાદમાં વજુભાઈ વાળા પાણી વાળા મેયર તરીકે જાણીતા થયાં હતાં.

એ સમયે અંદાજીત 5 લાખની વસ્તી હતી

મહાનગપાલિકા આસિસ્ટન્ટ મ્યુનિસિપલ સેક્રેટરી સી.એન રાણપરાના જણાવ્યા પ્રમાણે એ સમયે રાજકોટ શહેરની વસ્તી પાંચ થી છ લાખની જ હતી. પરંતુ પીવાના પાણીની હાડમારી ખુબ જ હતી. એ સમયે વજુભાઇ વાળા મેયર હતાં. તેમની કોઠાસુઝ કુનેહથી ટ્રેન દ્વારા પાણી મંગાવાયું હતું.

કેમ રેલવે માર્ગે પાણી લાવવું પડ્યું

રાજકોટમાં પાણી પહોંચાડવા માટે તે સમયે સૌરાષ્ટ્ર પાઈપ લાઈન ન હતી. તે સમયે મર્યાદિત હોવાથી ટેન્કરો મારફત પાણી પહોંચાડવું શક્ય ન હતું. આ સમયે પાણી પુરા પાડવા માટે વેગન હતાં. તેવા સમયે રેલવે મારફત પાણી પહોચવાનું નક્કી કરવામાં આવ્યું હતું.
આગળની સ્લાઇડ્સ રાજકોટ જિલ્લામાં હાલ પાણીની કેવી છે પરિસ્થિતિ.
X
રાજકોટમાં ટ્રેન મારફતે પાણી લાવવામાં આવ્યું ત્યારે તત્કાલિન મેયર વજુભાઈ વાળા ઉપસ્થિત હતારાજકોટમાં ટ્રેન મારફતે પાણી લાવવામાં આવ્યું ત્યારે તત્કાલિન મેયર વજુભાઈ વાળા ઉપસ્થિત હતા
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી