પેલેસ...

પેલેસ...

Prakash Parmar | Updated - Nov 25, 2015, 10:01 AM
પેલેસ...
રાજકોટ, વાંકાનેર: વર્લ્ડ હેરીટેજ વીક નિમિતે સૌરાષ્ટ્રની શાન ગણાતા વાકાનેરનો રણજીત વિલાસ પેલેસ બોલીવૂડની અનેક ફિલ્મોના શૂટીંગ માટે પ્રખ્યાત બન્યો છે. તાજેતરમાં જ ગ્રેટ ગ્રાન્ડ મસ્તીનું શૂટિંગ કરવા માટે ડિરેક્ટર ઈન્દ્રકુમાર અને સ્ટારકાસ્ટ વિવેક ઓબેરોય, આફતાબ શિવદાસાની, ઉર્વશી રૌતેલા, રિતેશ દેશમુખ અને મિષ્ટી મિસ્ત્રી 20 દિવસ ચાલ્યું હતું. રણજીત વિલાસ પેલેસમાં ગુજરાતી ફિલ્મોના શૂટીંગ તો અવારનવાર થતા હોય છે પરતુ બોલીવૂની ફિલ્મોના શૂટીંગ માટે વાંકાનેરના રણજીત વિલાસ પેલેસની પસંદગી કરવામાં આવે તે કાઠિયાવાડી અને ગુજરાતના લોકોને ગૌરવ લેવા જેવી વાત છે.
પ્રિયંકા ચોપરાની કઝીન મીરા અને શર્મન જોશી અભિનીત 1920 લંડનનું શૂટીંગ વાકાનેરના રણજીત વિલાસ પેલેસમાં થયું હતું. તેમજ બોલીવૂડના ડાયરેક્ટર વિશાલ ભારદ્વાજે પોતાની ફિલ્મ મટરૂ કી બીજલી કા મંડોલાનું શુટિંગ પણ અહીં કરવામાં આવ્યું હતું. મટરૂ કી બીજલી કા મંડોલાના શૂટીંગ માટે ઇમરાન ખાન, અનુષ્કા શર્મા, પંકજ કપૂર સહિતના બોલીવૂડના કલાકારો આવ્યા હતા. ફિલ્મમાં રણજીત વિલાસ પેલેસને મંડોલાના પેલેસ તરીકે બતાવવામાં આવ્યો છે. આ ઉપરાંત આ પેલેસમાં હિન્દી ફિલ્મ 'પનાહ' અને ગુજરાતી ફિલ્મ 'રાજરતન'ના શૂટિંગ પણ થયા છે. ગુજરાતી ફિલ્મોના શૂટીંગ તો અવારનવાર થતા રહે છે
.
આગળની સ્લાઈડ્સ, વાંકાનેરનો રણજીત વિલાસ પેલેસ 255 એકરમાં પથરાયેલો છે

X
પેલેસ...
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App