રાજકોટ: રસધાર પાસે આવેલા અણીયારા ગામમાં રાજકોટના
પટેલ યુવાનની માથું છૂંદી હત્યા કરી દેવામાં આવી હતી. યુવાનની હત્યા અણીયારાની સગીરા સાથેના સંબંધના કારણે કરવામાં આવી હોવાનું બહાર આવ્યું છે. સગીરા કુદરતી હાજતે જવાના બહાને પ્રેમી યુવાનને મળતાં જતાં તેની પાછળ માતાપિતાએ પીછો કરી તેને મોતને ઘાટ ઉતારી દીધો હતો.
Paragraph Filter
મોતને ભેટનાર અમિત ઠુમ્મર એક વર્ષ પહેલા પોતાના ફુઈના દિકરાના ઘરે ગયો હતો ત્યારે તેમના ફાર્મ હાઉસ ગયો હતો. ફાર્મ હાઉસ પાસે જ રહેતી સગીરા સાથે તેની ત્રંબાના મેળામાં આંખ મળી હતી અને પછી સગીરા સાથે ઓળખાણ વધતાં તેના ઘરે આવનજાવન શરૂ થઈ હતી. દિવસેને દિવસે બંને વચ્ચે પ્રેમસંબંધ ગાઢ થયો હતો. પરંતુ સગીરા સાથેના પ્રેમે તેને મૃત્યુના હવાલે કરી દીધો હતો. સગીરા કુદરતી હાજતે જવાના બહાને તેને મળવા ગઈ હતી. તેના માતા-પિતા પણ તેની પાછળ પાછળ ગયાં હતાં અને યુવાનને લાકડીનો માર મારી મોતને ઘાટ ઉતારી દીધો હતો.
આગળની સ્લાઈડ્સ મધર્સ ડેની સાંજે માતાને રોટલી બનાવાનું કહી ગયો તે ગયો (તસવીરો પ્રકાશ રાવરાણી, રાજકોટ)