ગાંઠિયા...

ગાંઠિયા...

Shailesh Radadiya | Updated - Oct 17, 2014, 08:57 AM
ગાંઠિયા...
(રાજકોટમાં સવારમાં ગાંઠિયા ફાફડાનો નાસ્તો)
> રાજકોટના લોકોને ગાંઠિયા-ફાફડા ખાવા એટલે સૂર્યોદય થવો તેવી ઘટના બની ગઇ છે
રાજકોટઃ આપણા દાદાના જમાનામાં લોકો સવારે રોટલો અને ગોળનો નાસ્તો કરતા હતા. ત્યાર બાદ ચા-ભાખરીનો નાસ્તો આવ્યો. પરંતુ સમયના બદલાવને કારણે આજે લોકોમાં પરિવર્તન આવ્યું છે. ઉઠતાની સાથે જ જીભને ચટાકેદાર નાસ્તો મળે તે માટે રંગીલા રાજકોટીયનો ફાફડા-ગાંઠિયાની મીજબાની માણી રહ્યા છે. રાજકોટની સવારની સુંગંધિત અને સ્વાદિષ્ટ ઓળખ એટલે ગાંઠિયા-ફાફડા. કેટલાક લોકો માટે તો ગાંઠિયા-ફાફડા ખાવા એટલે સૂર્યોદય થવો તેવી નિયમિત ઘટના બની ગઇ છે. અહીંના લોકોને ગાંઠિયા-ફાફડા કોઠે પડી ગયા હોય તેમ જ્યાં સુધી ખાય નહીં ત્યાં સુધી ચેન ન આવે અને જીભમાં ચળવળાટ થાય.
રંગીલા રાજકોટના લોકોના મનમાં સવારે ઉઠતા સાથે ફાફડા ગાંઠિયા ભમવા લાગે. મુસીબતોની વચ્ચેય મોજથી ખાવું એ રાજકોટીયનોનો જીવનમંત્ર બની ગયો છે અને એ મંત્રનો એક મોટો મૂળાક્ષર છે ગાંઠિયા. રાજકોટમાં વણેલા, તીખા, લસણિયા ગાંઠિયા બનાવાય છે. ગરમ ગાંઠિયા ખાવાના શોખીન રાજકોટીયનો ઠંડા ગાંઠિયાને હાથ પણ લગાડતા નથી. તાવડામાંથી નિકળે એવા ગાંઠિયા ખાવા ટેવાયેલા છે. ગાંઠિયા ફાફડાની સાથે તીખું તમતમતું જોઇએ એટલે મરચાનો પણ સોથ વાળી દે. તેમજ બપોરના કે સાંજના ભોજનમાં સંભારામાં હાથ પણ ન લગાડતા રાજકોટીયનો સવારે ગાંઠિયા ફાફડા સાથે સંભારો અવશ્ય ખાય. રાજકોટમાં સવારે ફાફડા ખવાય અને સાંજે વણેલા ગાંઠિયા ખાવામાં આવે છે. રાતે ગમે તેટલા વાગે ગાંઠિયા ખાવાની ઇચ્છા થાય તો પણ રાજકોટમાં બીજુ કાંઇ ન મળે પણ ગાંઠિયા મળી રહે.
રાજકોટમાં પ્રાખ્યાત ગાંઠિયા-ફાફડા
કિસ્મત ગાંઠિયા
ઉમિયાજી ગાંઠિયા
જોકર ફરસાણ
જય અંબે ગાંઠિયા
જલારામ ફરસાણ
જ્યોતિ ગાંઠિયા

આગળ વાંચો, રાજકોટની મુલાકાતે આવતા સેલેબ્રિટીઓ પણ ગાંઠિયા ફાફડાનો સ્વાદ ચૂકતા નથી.

X
ગાંઠિયા...
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App