પર્યૂષણ...

Shailesh Radadiya

Aug 21, 2014, 03:03 PM IST
પર્યૂષણ...
(પર્યુષણ પર્વ નિમિતે જીનાલયમાં થતી તૈયારીઓ)

> મૂર્તિપૂજક જૈનોમાં કાલથી અને સ્થાનકવાસી જૈનોમાં શનિવારથી પર્યુષણનો પ્રારંભ

રાજકોટઃ મૂર્તિપૂજક જૈનોના પર્વાધીરાજ પર્યુષણ પર્વનો આવતીકાલ શુક્રવારથી પ્રારંભ થઇ રહ્યો છે ત્યારે રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરના જન દેરાસરોમાં તડામાર તૈયારીઓ ચાલી રહી છે. જ્યારે સ્થાનકવાસી જૈનોમાં શનિવારથી પર્યુષણ પર્વનો પ્રારંભ થશે. તપ, ત્યાગ અને આરાધનાનો માહોલ પર્યૂષણ પર્વમાં જોવા મળશે. પર્યુષણ પર્વ માટે દેરાસરોને રંગબેરંગી રોશનીના શણગાર અને સુશોભનથી સજાવવામાં આવ્યા છે.
પર્યુષણ પર્વ દરમિયાન દરરોજ જીનાલયોમાં સ્નાત્રપૂજા અને પ્રભુજીની ભવ્ય આંગી રચાશે. રાત્રે ભક્તિ સંગીતના કાર્યક્રમો યોજાશે. પર્યુષણ પર્વની આરાધનામાં તપ જેમ મહત્વનું અંગ છે તેમ અહિંસાનું પાલન પણ એટલું જ જરૂરી છે. આવતીકાલથી રાજકોટ શહેરના વિવિધ જીનાલયોમાં જૈનોનો પૂજા અને દર્શન માટે મેળાવડો જામશે.
જીનલયોમાં કરવામાં આવેલી સજાવટની વધુ તસવીર જોવા ફોટો સ્લાઇડ કરો. તસવીરઃ પ્રકાશ રાવરાણી, રાજકોટ
X
પર્યૂષણ...
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી