તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

એજન્સીઓ પાસેથી સ્ક્વેરફૂટ દિઠ ચૂંટણી ફંડ, હોર્ડિંગ્સ પણ માગ્યા!

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક

વેપારીઓ, ઉધોગપતિઓ, વ્યવસાયકારો ઉપરાંત મનપાના કોન્ટ્રાકટરોને ખંખેરવાનું વ્યવસ્થિત આયોજન

રાજકોટ મનપાના શાસક ભાજપે ધનસંગ્રહના ઉઘરાણામાં આઉટડોર પબ્લિસિટી એજન્સીઓ પાસેથી સ્કવેરફિટ લેખે ભાવ નક્કી કરીને ચૂંટણીફંડ કઢાવવાનો ખેલ નાખ્યો હોવાની ચર્ચા છે. ચૂંટણી ફંડ ઉપરાંત અમુક સંખ્યામાં

મફતમાં હોર્ડિંગ્સ સાઇટ પડાવવા સત્તાનું જોર દેખાડયું હોવાનું જાણવા મળ્યું છે.

ભાજપે એક વોટ એક નોટના રૂપકડા નામે ચલાવેલા ધનસંગ્રહના કાર્યક્રમમાં નાના માણસથી માંડી વેપારીઓ, ઉધોગપતિઓ, વ્યવસાયકારો ઉપરાંત મનપાના કોન્ટ્રાકટરોને ખંખેરવાનું એક વ્યવસ્થિત આયોજન કર્યું છે. આ

ઉઘરાણામાં એડ એજન્સીઓ પાસેથી પણ ચૂંટણીફંડ માગ્યું હોવાનું જાણવા મળ્યું છે. એડ એજન્સીઓમાં કોઇની પાસે ઓછી હોર્ડિંગ્સ સાઇટ હોય તો કોઇની પાસે વધુ, આ અસમાનતા વરચે કુલ હોર્ડિંગ્સ સાઇટના સ્કવેરફૂટની

સરવાળો કરી સ્કેવરફૂટદીઠ ભાવ નક્કી કરીને અપાયો હોવાનું કહેવાય છે. રોકડમાં ચૂંટણીફંડ ઉપરાંત મફતમાં હોિર્ડંગ્સ સાઇટ વાપરવાની નીતિ પણ મુકવામાં આવી નથી. સારા લોકેશનવાળી ૨પથી વધુ હોર્ડિંગ્સ સાઇટ

મફતમાં માગવામાં આવી છે.

બીજીબાજુ એડ એજન્સીઓ પાસેથી મફતમાં હોર્ડિંગ્સ સહિતનો જે કાયમી લાભ મળે છે એ જોઇને શાસકોએ મનપાની તિજોરીનો વિચાર કર્યો નથી. અત્યાર સુધી એક બોર્ડનો ચાર્જ મીટરદીઠ રૂ.૪૦૦ જ વસૂલ કરવામાં આવે છે

જયારે અમદાવાદ-વડોદરા જેવા શહેરોમાં આ ચાર્જ રૂ.૨૫૦૦નો છે. સુરતમાં રૂ.૯૬૦ થી રૂ.૧૦૨૦ સુધીનો ચાર્જ વસૂલ કરાય છે.

જામનગર જેવી નાની કોર્પોરેશનમાં રાજકોટથી પાંચ ગણો ચાર્જ વસૂલ કરવામાં આવે છે. લાઇસન્સ ફીમાં વધારો કરવા મ્યુનિ. કમિશનરે કરેલી દરખાસ્ત બબ્બે વખત પેન્ડિંગ રાખી દેવામાં આવી છે. હવે બુધવારે અરજન્ટ

બોલાવેલી સ્ટેન્ડિંગ કમિટીની મીટિંગમાં ફરી આ દરખાસ્ત રજૂ થઇ છે. જોવાનું એ છે કે શાસકો મનપાના આર્થિક લાભને ઘ્યાનમાં રાખે છે કે પછી અંગત લાભ.

એજન્સીઓ મારો સંપર્ક કરે: રાજભા ઝાલા

આઉટડોર પબ્લિસિટીમાં લાઇસન્સ ફીમાં વધારો કરવા અંગે પ્રથમ વખત દરખાસ્ત રજૂ થઇ હતી ત્યારે મારી પાસે પણ ટકાવારીના વહીવટની વાત આવી હતી. મારો સ્પષ્ટ નિર્ણય છે કે ટકાવારી કે એવા કોઇ ડીલિંગમાં એડ

એજન્સીઓ ભરમાઇ ન જાય. ભાજપના નામે કોઇ ચૂંટણીફંડ માગે તો એડ એજન્સી સીધી મને જાણ કરે. - રાજભા ઝાલા , સ્ટે. ચેરમેન, રાજકોટ મહાપાલિકા


મયૂર શાહ સાથે સીધી વાત

એડ એજન્સીઓ પાસેથી કઇ રીતે ચૂંટણીફંડનું ડીલિંગ ચાલી રહ્યું છે?

આવી કોઇ વાત નથી.

સ્કવેરફૂટ દીઠ ભાવ નક્કી થયો એ વાત સાચી?

આવી કોઇ જ વાત નથી.

હોર્ડિંગ્સ સાઇટ મફતમાં માગવામાં આવી છે?

મુખ્યમંત્રીનો કોઇ કાર્યક્રમ હોય, પાર્ટીનો ધનસંગ્રહનો કાર્યક્રમ હોય આવા પ્રસંગ પર હોિર્ડંગ્સ સાઇટ વાપરવા આપે એવી અપે ાા હોય છે પણ એમાં કોઇ બળજબરી નથી હોતી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

વધુ વાંચો