સોનું રૂ.૧૦૦ ઘટી રૂ.૩૦૧૦૦, ચાંદી રૂ.૩૦૦ ઘટી રૂ.પ૩૬૦૦ની સપાટીએ

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ગયા સપ્તાહે સોનાના સર્વોચ્ચ ભાવ જોવાયા બાદ આજે નવા સપ્તાહની શરૂઆતે કિંમતી ધાતુઓના ભાવમાં પ્રત્યાઘાતી ઘટાડો થયો હતો.
ખૂલતી બજારે રાજકોટ ખાતે સોનું રૂ.૧૦૦ ઘટી રૂ.૩૦૧૦૦, સોનું બિસ્કિટ રૂ.૧૦૦૦ ઘટી રૂ.૩,૦૧,૦૦૦ અને ચાંદી રૂ.૩૦૦ ઘટી રૂ.પ૩૬૦૦ના ભાવે પહોંચી હતી.

એમસીએક્સ ખાતે સોનું રૂ.૧૬ ઘટી ૨૯૮પ૦ અને ચાંદી રૂ.૨૩પ ઘટી પ૪૨પ૨ના ભાવે હતી. વિશ્વબજારમાં હાજરમાં સોનું ૧૬૨૪ ડોલર અને ચાંદી ૨૮.૪૦ ડોલર પ્રતિ ઔંશના સ્તરે હતી. નવા સપ્તાહમાં સોનાની ચાલ કેવી રહે છે તેના પર સૌની મીટ મંડાયેલી છે.