જેતપુર પાસેથી યુવાનની લોહીલુહાણ લાશ મળી

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- મૃતકની ઓળખ મળી, બનાવ આકસ્મીક કે હત્યા પોલીસે તપાસ હાથ ધરી
જેતપુર-ધોરાજી રોડ પર આવેલી કેનાલ પાસેનાં પુલ નીચે કાદવમાંથી એક યુવાનની લોહીલુહાણ હાલતમાં લાશ મળી આવતા સનસનાટી મચી ગઇ છે. બનાવની જાણ થતાં જેતપુર પોલીસ ઘટના સ્થળે દોડી ગઇ હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં, મૃતક ધોરાજી રોડ પર આવેલા સાડીના કારખાનામાં કામ કરતો મુન્ના રામદુલાર ચૌધરી અને તે બિહારનો હોવાનું બહાર આવ્યું હતુ. બિહારી યુવાન લોહીલુહાણ હાલતમાં મળી આવતા પોલીસે બનાવ આકસ્મિક છે કે હત્યાનો તે જાણવા તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. જો કે પોલીસે શરૂ કરેલી પુછપરછમાં મૃતક યુવાન દારૂ પીવાની ટેવવાળો હોવાનું બહાર આવ્યું હોય તે પુલ પરથી નીચે પટકાતા મોત નપિજયાંની પોલીસે શંકા સેવી છે. મૃતક યુવાન પરિણીત હતો. તેને બે સંતાન છે. હાલ તેની પત્ની સગભૉ હોવાથી તે ડિલેવરી કરવા પિયર ગઇ હોવાનું જાણવા મળ્યું છે. શ્રમિક યુવાનની હત્યા કરી લાશને ફેંકી દેવાની ચર્ચાથી બનાવ સ્થળે લોકોનાં ટોળા ઉમટી પડ્યા હતા. રાજકોટ જિલ્લાની ગુનાશોધક શાખાએ પણ તપાસમાં ઝંપલાવ્યું છે.