નિરોણાના કારીગરની કલા ઝળકી: રાજ્યએવોર્ડથી સન્માન

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- બારીક ડિઝાઈન વાળી ગરમશાલ દ્રિતીય ક્રમે પસંદગી પામી : તાજેતરમાં અમદાવાદ ખાતે યુવાકસબીને એવોર્ડ એનાયત કરાયો

કચ્છમાં હાથવણાટ ક્ષેત્ર અવારનવાર કારીગરોને એવોર્ડ એનાયત થતા હોય છે ત્યારે પાવરપટ્ટીના નિરોણાના યુવા કસબીને તાજેતરમાં તેની કળાની કદર કરતા રાજ્ય સરકાર દ્વારા રાજ્યએવોર્ડથી સન્માન કરવામાં આવ્યું હતું.
નિરોણાના નાથાભાઇ વણકરનો પરિવાર હાથવણાટક્ષેત્રે વર્ષોથી આ કળાને આગળ વધારી રહ્યો છે ત્યારે તે પરિવારના ૨૧ વર્ષીય પ્રેમજી વણકરે ૩૮*૮૬ ઇંચની ઝીણવટભરી બારીક ડિઝાઈનવાળી ગરમશાલ બનાવી રાજ્યકક્ષાના એવોર્ડ માટે મોકલાવતા તેમની કૃતિ વર્ષ ૨૦૧૦/૧૧ માં એવોર્ડ માટે દ્રિતિય ક્રમે પસંદગી પામી હતી. ઉલ્લેખનીય છે કે આ ગામમાં ૨૦ જેટલા કારીગરો પોતાની વારસાગત પરં૫રાને સાચવી જ નહિ સમયાંતરે તેમાં યોગ્ય ફેરફારો કરી ગરમ શાલનું ઉત્પાદન કરી રહ્યા છે.
ગુજરાત સરકારની સંસ્થા ઇન્ડેફટ-સી દ્વારા તાજેતરમાં અમદાવાદ ખાતે યોજાયેલા સત્કાર સમારંભ રાજ્યના હસ્તકલા ક્ષેત્રે ઉત્કૃષ્ટ કલાકૃતિઓનું સર્જન કરી રાજ્યના ભાતીગળ વારસાને જીવંત રાખનાર શ્રેષ્ઠહસ્ત કલાના કારીગરોનું સન્માન કરવામાં આવ્યું હતું જેમાં રાજ્યના ખાણખનીજ અને કુટિર ઉદ્યોગમંત્રી સોરભભાઇ પટેલના હસ્તે તામ્રપત્ર,શાલ અને રોકડ પુરસ્કારથી પ્રેમજીભાઇનું સન્માન કરવામાં આવ્યું હતું.