• Gujarati News
  • Lagnamanthi Go Back To The Ahir Yuvakanu Palati Pit Bike Falls To Death

લગ્નમાંથી પરત જઇ રહેલા આહિર યુવકનુ બાઇક પલટી ખાઇ જવાથી મોત

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- રાજુલાના કુંભારીયા ગામ નજીક સર્જાયો અકસ્માત
રાજુલા તાલુકાના કુંભારીયા ડુંગર રોડ પર ગઇકાલે રાત્રે મોટર સાયકલ પલટી ખાઇ જતા મહુવા તાલુકાના નાના આસરાણા ગામના આહિર યુવકનુ ગંભીર ઇજાના પરિણામે ઘટના સ્થળે જ મોત થયુ હતુ. આ યુવાન ખાખબાઇ ગામેથી લગ્ન પ્રસંગમાંથી પરત આવી રહ્યો હતો. ત્યારે રસ્તામાં તેને કાળ આંબી ગયો હતો.
અકસ્માતની આ ઘટના ગતરાત્રે નવેક વાગ્યાના સુમારે રાજુલા તાલુકાના કુંભારીયા ડુંગર રોડ પર બની હતી. પોલીસ સુત્રોમાંથી જાણવા મળતી વિગત અનુસાર મહુવા તાલુકાના નાના આસરાણા ગામનો રમેશ નાથાભાઇ નકુમ (ઉ.વ.૩૨) નામનો પંચોલી આહિર યુવાન ગઇકાલે રાજુલાના ખાખબાઇ ગામે લગ્ન પ્રસંગમાં ગયો હતો.
રાત્રે તે પોતાનુ મોટર સાયકલ નંબર જીજે ૪ એએન ૪૧૪૪ લઇ પરત પોતાના ગામ જવા નીકળ્યો હતો. પરંતુ કુંભારીયા નજીક તેનુ મોટરસાયકલ પલટી ખાઇ ગયુ હતુ. જેના કારણે માથામાં ગંભીર ઇજા થતા તેનુ સારવાર મળે તે પહેલા જ ઘટના સ્થળે મોત થયુ હતુ. મોટા રિંગણીયાળા ગામે રહેતા તેના સંબંધી ભરતભાઇ બાલુભાઇ લાડુમોરે ઘટના અંગે પોલીસને જાણ કરી હતી. પીએસઆઇ યુ.જી.શાહ બનાવની તપાસ ચલાવી રહ્યાં છે.