તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બનેવીએ ત્યક્તા સાળીની લાજ લૂંટવાનો પ્રયાસ કર્યો

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- દુકાનની ચાવી માટે સાસુ,સાળાએ સમાધાન માટે બોલાવ્યા ને ફસાયા

દૂધસાગર રોડ ઉપર આકાશ દીપ સોસાયટીમાં રહેતા લોહાણા યુવાન સામે ત્યકતા સાળીએ નિર્લજ્જ હુમલાની ફરિયાદ નોંધાવતા મહિ‌લા પોલીસે તેની ધરપકડ કરી હતી. રાજમોતી મિલ પાછળ મયૂરનગરમાં રહેતી પારૂલબેન સેદાણીએ સાત વર્ષ પહેલાં છૂટાછેડા લઇ લીધા હતા અને પતિ હયાત નથી. તે હાલ એકલી રહે છે જ્યારે પુત્રી રણછોડદાસ આશ્રમ નજીક નાની સાથે રહે છે. પારૂલબેને પિતાની મિલકતમાંથી ભાગ માગ્યો હતો. ભાગ બટાઇ ન થાય ત્યાં સુધી ચુનારાવાડમાં આવેલી પિતાની માલિકીની દુકાન ખોલવા નહીં દે એમ જણાવીને પારૂલબેને ભાઇ પ્રતિકની દુકાનની ચાવી લઇ લીધી હતી.

માતા અને ભાઇએ તહેવારમાં દુકાન બંધ ન રખાય તેમજ ભાગ બટાઇ પણ સમય સંજોગો પ્રમાણે કરી નાખશું તેમ કહી ચાવી પરત માગી હતી. પરંતુ પારૂલબેને ચાવી નહીં આપતા પ્રતિકે તેના બનેવી કેતન નાનાલાલ ધામેચાને મધ્યસ્થી માટે બોલાવ્યા હતા. કેતનભાઇએ સાળીને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તે નહીં સમજતા આવેશમાં આવી ગયેલા કેતને સાળીના બ્લાઉઝમાંથી ચાવી કાઢી લીધી હતી.આથી ડઘાઇ ગયેલી પારૂલબેને બનેવી સામે આબરૂ લૂંટવાના ઇરાદે નર્લિજ્જ હુમલો કર્યાની ફરિયાદ નોંધાવી હતી. મહિ‌લા એએસઆઇ હંસાબેન દાફડાએ આરોપી કેતનની ધરપડક કરી હતી. આ શરમજનક બનાવના કારણે ભારે ચકચાર મચી જવા પામી હતી.