તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાજપના મહિલા સદસ્યના પતિ પાસાના પિંજરે પૂરાયા

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- મોટા માંડવા ગામે પીજીવીસીએલની ટીમ ઉપર હુમલો, લૂંટ કરવાના ગુનામાં
- અગાઉ મામલતદાર અને નાયબ મામલતદારની ફરજમાં રૂકાવટની ફરિયાદ થઇ હોવાથી કલેક્ટરે પાસાનું શસ્ત્ર ઉગામ્યું


જિલ્લા પંચાયતની કોટડાસાંગાણી બેઠક ઉપરથી ચૂંટાયેલા મહિલા સદસ્ય મધુબેન ઠંુમરના પતિ અશોક ગોરધનભાઇ ઠુંમરની આજે પોલીસે પાસા હેઠળ અટકાયત કરીને ગોધરા જેલમાં મોકલી આપતા રાજકીય વર્તુળમાં ચકચાર મચી ગઇ છે. અશોક ઠુંમર સામે મામલતદાર,નાયબ મામલતદારની ફરજમાં રૂકાવટ અને પીજીવીસીએલના અધિકારી,સ્ટાફ ઉપર હુમલો કરી સામાન લૂંટી લેવાના ગુના નોંધાયા હતા. તેની ગુનાહિત માનસિકતાને ગંભીરતાથી ધ્યાને લઇને કલેક્ટર ડૉ.રાજેન્દ્રકુમારે પાસાનું શસ્ત્ર ઉગામ્યું હતું.

પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ કોટડાસાંગણીના મોટા માંડવા ગામે ચાલુ વર્ષમાં વીજચેકિંગમાં ગયેલા પીજીવીસીએલના ઇજનેર સહિતનો સ્ટાફ એક વાડીમાંથી વીજચોરીની કાર્યવાહી કરીને પરત ફરી રહ્યો હતો. જે વાડીમાંથી વીજચોરી પકડાઇ હતી એ વાડી અશોક ઠુંમરના પરિચિતની હોવાથી તેણે પીજીવીસીએલની ટીમને રસ્તામાં આંતરીને હુમલો કર્યો હતો. તેમજ સરકારી સામાન અને રેકર્ડની ઝૂંટવીને નાસી ગયો હતો. આ અંગે ફરજમાં રૂકાવટ અને લૂંટનો ગુનો નોંધાયો હતો. આ કેસમાં રાજકીય દબાણ હોવા છતાં પોલીસે તેની ધરપકડ કરી હતી.

રાજકીય જોરે ઉછળકૂદ કરીને કાયદો હાથમાં લેવાનો શોખ ધરાવતા અશોક ઠુંમર સામે અગાઉ પણ મામલતદાર, નાયબ મામલતદારની ફરજમાં રૂકાવટ કરવાની ફરિયાદ નોંધાઇ હતી. ગુનાહિત માનસિકતા ધરાવતા અશોક ઠુંમર સામે એલસીબીના પીઆઇ વી.જે.રાઠોડે પાસની દરખાસ્ત મોકલતા કલેક્ટરે પાસાનું વોરન્ટ ઇસ્યુ કર્યું હતું. દરમિયાન જામીન ઉપર છુટેલા અશોક ઠુંમરને આજે ગોંડલના સીપીઆઇ ગઢવી સહિતના સ્ટાફે પાસા હેઠળ અટકાયતમાં લઇને ગોધરા જેલમાં મોકલી આપ્યો હતો.