તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાજપના નેતાની વાડીમાં ચાલતી જુગાર ક્લબ પર પોલીસ ત્રાટકી

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- કાથરોટાના તા.પં.ના ભાજપના સભ્યની વાડીમાં ઘોડીપાસાની જુગારક્લબ ધમધમતી હતી

રાજકોટ તાલુકાના કાથરોટા ગામની સીમમાં તાલુકા પંચાયતના ભાજપના સભ્યની વાડીમાં ચાલતી ઘોડીપાસાની જુગાર ક્લબ પર પોલીસે દરોડો પાડી જુગાર રમી રહેલા ૧૩ શખ્સોને ઝડપી લીધા હતા. પોલીસે રૂ.૩.૭૫ લાખની રોકડ અને ચાર મોબાઇલ સહિત કુલ રૂ.૧૩૯૯૯૫૦નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. જોકે વાડી માલિક રાજકીય અગ્રણી સહિત બે શખ્સો નાસી ગયા હતા.

સરધાર નજીકના કાથરોટા ગામે તાલુકા પંચાયતના ભાજપના સભ્ય વલ્લભ મેરા મકવાણાની વાડીમાં જુગાર ક્લબ ધમધમી રહ્યાની બાતમી મળતાં તાલુકા પોલીસ મથકના પી.આઇ. દેસાઇ, પીએસઆઇ ગામેતી અને એ.ડી. પરમાર સહિતનો કાફલો મંગળવારે વહેલી સવારે ૬ વાગ્યે કાથરોટાની સીમમાં ધસી ગયો હતો.

વાડીમાં દરોડો પાડી જુગાર રમી રહેલા હબીબ અલી ઠેબા, અમિત કિશોર સાવલીયા, રફીક જુસબ સુમરા, સાબીર આમદ ભાણુ, ભુપેન્દ્રસિંહ ખોડુભા પરમાર, મન્સુરઅલી બરક્તઅલી રૈયાણી, જેઠાનંદ જમનાદાસ લાલવાણી, ભીખુ ઇબ્રાહિમ દોઢીયા, અક્રમ અબ્દુલ ઓધાવીયા, ગની અબ્દુલ મોદન, બાબુ ઉર્ફે ભાવેશ લક્ષ્મણ મેવાડા, મીતેન અરવિંદ દુબલ અને ઇસુ ઉર્ફે યુસુફ અહેમદ સિપાહીને ઝડપી લીધા હતા. જ્યારે પોલીસને જોઇ વાડી માલિક વલ્લભ મકવાણા અને જનક ગજેરા નાસી છુટયા હતા.

પોલીસે સ્થળ પરથી રોકડા રૂ.૩,૭૫,૯૫૦, ચાર કાર, એક બાઇક અને ૧૭ મોબાઇલ સહિત કુલ રૂ.૧૩,૯૯,૯૫૦નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, આરોપીઓ ઘોડીપાસાનો જુગાર રમી રહયા હતા. પહેલીવાર જ રમવા બેઠા હોવાની આરોપીઓએ કેફીયત આપી હતી જોકે એ વાત પોલીસને ગળે ઉતરતી નહતી.

ભાજપ અગ્રણી અને તાલુકા પંચાયતનો સભ્ય વલ્લભ મકવાણા પોતાની વાડીમાં ક્લબ ચલાવતો હોવાની અને પોલીસ દરોડાને પગલે તે નાસી છુટતા રાજકીય વર્તુળોમાં અને કાથરોટા ગામમાં ચકચાર મચી ગઇ હતી. પોલીસે વલ્લભ સહિત નાસી છુટેલા બંનેની શોધખોળ શરૂ કરી વિશેષ તપાસ હાથ ધરી હતી.

આગળ વાંચો : રાજકોટ, ગોંડલ અને મોરબીથી જુગારીઓ રમવા પહોંચ્યા’તા, પોલીસને જોઇ ભાગેલો જુગારી કૂવામાં ખાબક્યો