ચાર મહિનાથી ફરાર કુખ્યાત બિશુ વાળાની અંતે ધરપકડ

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- પાડોશી સાથે ડખો કર્યો’તો, અપહરણ-લૂંટ અને આર્મ્સ એક્ટ સહિતની કલમ હેઠળ ગુનો નોંધાયો હતો

સૌરાષ્ટ્ર કલા કેન્દ્ર સોસાયટીમાં રહેતો અને અપહરણ-લૂંટ સહિતના ગુનામાં ચાર-ચાર મહિનાથી ફરાર કુખ્યાત બિશુ વાળાની પોલીસે ધરપકડ કરી હથિયાર કબજે કરવા સહિતના મુદ્દે તેને રિમાન્ડ પર લેવા તજવીજ હાથ ધરી હતી.

સૌરાષ્ટ્ર કલા કેન્દ્ર સોસાયટીમાં રહેતા બિશુ બહાદુરભાઇ વાળાએ ગત તા.૪ ઓક્ટોબરની રાત્રે તેની પાડોશમાં રહેતા છગનભાઇ સભાયા અને તેના મિત્ર જીતેન્દ્રભાઇ જોષી સાથે પાર્કિંગના મુદ્દે ઝઘડો કરી ધમાલ મચાવી હતી. અને જીતેન્દ્રભાઇ જોષીનું કારમાં અપહરણ કરી વાડીએ ગોંધી રાખી ઢોરમાર માર્યો હતો. આ ઘટનાના ઘેરા પડઘા પડ્યા હતા. અને બીજા દિવસે પટેલ પરિવારે બિશુ વાળાના ઘર પર હલ્લો કરી તેની કારનો કડૂસલો બોલાવી દીધો હતો.

દરમિયાન બિશુ વાળા સામે અપહરણ, લૂંટ અને આર્મ્સ એક્ટ સહિતની કલમ હેઠળ ગુનો નોંધાયો હતો. ફરિયાદ નોંધાતા જ કાઠી શખ્સ શહેરમાંથી પલાયન થઇ ગયો હતો. જોકે પોલીસને માથાભારે શખ્સ હાથ આવ્યો નહતો. ચાર મહિના પછી અંતે પોલીસને સફળતા મળી હતી.

બિશુ વાળા સૌરાષ્ટ્ર કલા કેન્દ્ર સોસાયટીમાં હોવાની બાતમી મળતા પોલીસ દોડી ગઇ હતી. અને ધરપકડ કરી હતી.સૂત્રોએ જણાવ્યું હતું કે, ફરિયાદ નોંધાયા બાદ કાઠી શખ્સ શહેરમાંથી નાસી ગયો હતો. અને સુરત તથા મુંબઇ સહિતના શહેરોમાં આશરો લીધો હતો. ગુનામાં ઉપયોગમાં લેવાયેલ હથિયાર કબજે કરવા પોલીસે કાઠી શખ્સને રિમાન્ડ પર લેવા તજવીજ હાથ ધરી હતી.