તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
-ગુજરાતના ૮પ ટકાથી વધુ સિંગદાણાની ફેક્ટરીઓ બંધ, નિકાસને મોટો ફટકો
સરકારે એક વર્ષ પહેલા સિંગદાણાની નિકાસ માટેના નવા અને જટીલ નિયમો અમલી કરતા તેની સીધી અસર સૌરાષ્ટ્રના ઉત્પાદકો, ખેડૂતો અને નિકાસકારો પર પડી છે. નવા નિયમોથી શિપમેન્ટમાં વિલંબ અને ઊંચી પડતરને કારણે લેવાલી ઘટી જતાં સિંગદાણા ઉત્પાદનનો ઉદ્યોગ મૃત:પાય થવાની તૈયારીમાં છે અને સૌરાષ્ટ્રે વિશ્વ લેવલે સિંગદાણાના વેપારમાં વર્ચસ્વ ગુમાવી દીધું છે અને વૈશ્વિક ખરીદદારો અમેરિકા અને આફિક્રા તરફ વળી ગયા છે. દેશમાંથી થતી સિંગદાણાની કુલ નિકાસમાં સૌરાષ્ટ્રનું પ્રદાન પ૦-૬૦ ટકા હોય છે. આ વર્ષે મગફળીના મબલખ ઉત્પાદન છતાં પણ સિંગદાણા ઉત્પાદકોની સ્થિતિ કફોડી બની છે. ગુજરાત ઓઇલ સિડસ પ્રોસેસર્સ એસોસિએશનના પ્રમુખ મુકુંદભાઇ શાહે જણાવ્યું હતું કે ગુજરાતમાં ૨૦૦૦ યુનિટ્સ પૈકી હાલમાં ૮પથી વધુ યુનિટસ બંધ છે.
સરકારે ફરજિયાત નોંધણી અને ફેક્ટરી અપડેટેશન સહિતના કેટલાક નિયમો અમલી બનાવતા નિકાસના કામ ખોરવાઇ ગયા છે. આપણા સિંગદાણાની પડતર ખૂબ જ ઊંચી રહે છે અને આ પ્રોસેસમાં લાંબો સમય લાગી જાય છે. રશિયા, ફિલિપાઇન્સ અને ઇન્ડોનેશિયા સહિતના મોટાભાગના ખરીદદાર ભારતને બદલે આર્જેન્ટીના, યુગાન્ડા, સુદાન, ટાન્ઝાનિયા અને મોઝામ્બિકથી ખરીદી કરવા લાગ્યા છે. એક વર્ષ પહેલા ભારતીય દાણાનો વિશ્વબજારમાં ૧૪૦૦ ડોલર ભાવ હતા અને આફિક્રાના માલ ૧૦૦૦ ડોલરમાં વેચાતો હતો. અત્યારે નિકાસકારો પાસે ડિમાન્ડ હોય તો પણ માલ મળે તેમ નથી જેના કારણે નિકાસકારો મોટા સોદા કન્ફર્મ કરતા નથી. સરકારના અણઘડ નિયમોને કારણે હજારો બહેનોની રોજગારી પણ અટકી ગઇ છે. કેટલાક ઉત્પાદકો જીર અને ધાણા જેવી જણસી તરફ વળી ગયા છે.
આગળ વધુ વિગત વાંચવા માટે તસવીગ પર ક્લિક કરો........
પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.