તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શાસ્ત્રો કે સંતોથી માનવ જાગતો નથી ત્યારે ભગવાન જન્મ લે છે

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક

-ભાગવત કથામાં રુકિમણિ વિવાહની ઉજવણી
-મંગલ મહોત્સવ સમિતિ આયોજિત રેસર્કોસ ખાતે ચાલતી શ્રીમદ્દ ભાગવત


વલ્લભ યૂથ ઓર્ગેનાઇઝેશન રાજકોટ એકમ પ્રેરિત તેમજ મંગલ મહોત્સવ સમિતિ આયોજિત રેસર્કોસ ખાતે ચાલતી શ્રીમદ્દ ભાગવત કથામાં ગુરુવારે વ્યાસપીઠ પરથી કિશોરચંદ્ર શાસ્ત્રીજીએ જણાવ્યું હતું કે, માણસ ધર્મશાસ્ત્રોથી જાગતો નથી ત્યારે ભગવાન સંતોને પૃથ્વી પર મોકલે છે. પણ, માનવ જ્યારે શાસ્ત્રો કે સંતોથી પણ જાગતો નથી ત્યારે સંભવામી યુગે યુગેના વચન મુજબ ખુદ ભગવાન માનવ સ્વરૂપે જન્મ લે છે. ગીતાજ્ઞાનથી અનેક સૂતેલા જાગ્યા છે. ભગવાનનું કામ જ સૂતેલાને જગાડવાનું છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, શુકદેવજીએ જે ગોવર્ધનલીલાઓ મહારાજ પરિક્ષિતને સંભળાવી હતી એ લીલાઓને મહાપ્રભુજીએ સુબોધિનિમાં મૂલવી છે.

ગોવર્ધન પર્વત (ગિરિરાજબાવા) હજાર હાથવાળા છે. પર્વતોના રાજા છે. ભાગ્યશાળીઓને જ ગિરિરાજની તળેટીમાં રહેવા મળે છે. ગૌલોક પણ તેમની અંદર જ છે. મહાપ્રભુજીએ શરીર છોડયા પછી ત્યાં જ વાસ કર્યો છે અને ગુસાઇજી પણ ગિરિરાજમાં સમાઇ ગયા છે. વૈષ્ણવાચાર્ય વ્રજરાજકુમારજીના પિતાશ્રી દ્રૂમિલકુમારજીએ જણાવ્યું હતું કે, જ્ઞાનિ ન થાવ તો ચિંતા ન કરશો. ઇશ્વરના પ્રેમના બે ટીપાં મળી જાય તો આનંદ વ્યક્ત કરજો. દુનિયામાં કોઇ કોઇને જાણતું નથી, ખુદ આપણે પોતાની જાતને જાણતા નથી. પણ, આ બધાને ભગવાન કૃષ્ણ જાણે છે. કૃષ્ણના શરણ જવા તમારા અંતરાત્માને સાંભળો અને તેના માટે એકાંતિક ભક્તિ આવશ્યક છે. ભક્તિમાં પૈસો, પ્રતિષ્ઠા અને સત્તા બાધારૂપ છે. આજે રુક્મિણી વિવાહનો પ્રસંગ ઉજવાયો હતો.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

વધુ વાંચો