શનિ મહારાજની કૃપા મેળવવા માટે બુધવારે શનિ જયંતીએ શ્રેષ્ઠ અવસર

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- શનિ મહારાજની કૃપા મેળવવા માટે બુધવારે શનિ જયંતીએ શ્રેષ્ઠ અવસર
- આરાધના - બુધવારે વૈશાખ વદ અમાસે શનિદેવની ભક્તિ કરવા માટેનું પાવન પર્વ
ભારતીય જયોતિષ શાસ્ત્રમાં શનિદેવનો મહિ‌મા અદ્ભૂત છે. શનિદેવ રીઝે તો માલામાલ કરે અને રૂઠે તો હોય એ પણ લઇ લે .. શન‌શ્ચિ‌ર જયંતિ વૈશાખ વદ અમાસનાં રોજ ઉજવવામાં આવે છે. વૈશાખ વદ અમાસ, ૨૮ મેને બુધવારે શન‌શ્ચિ‌ર જયંતિ ઉજવાશે. શનિ જયંતિનાં મંગલ પર્વે શનિ દેવની ભકિત અને પુજા, સ્મરણ કરવા માટે વિશેષ મહત્વ છે. શનિદેવની પનોતિ ચાલતી હોય એ રાશિનાં જાતકો એ બુધવારે વિશેષ પુજા કરવી.

આ ઉપરાંત જેઓની જન્મકુંડળીમાં શનિ નીચ રાશિમાં હોય, વક્રી હોય, શનિ-રાહુ કે શનિ-કેતુ ની યુતિથી શાપિત દોષ થયો હોય એવા જાતકોએ પણ શનિ દેવની ઉપાસના કરવી. કાળા તલનાં તેલથી અભિષેક કરવો, કાળા તલ, કાળા અડદ કે પછી કાળી દ્રાક્ષ (સુકી ) ધરવા, કાળી કામળી અને કાળા વસ્ત્રોનું દાન આપવું, સ્ટીલનાં વાસણમાં કાળુ ધાન ( કાળા અડદ અથવા કાળા તલ અથવા કાળા મરી ) ભરી તેમાં રૂપીયાનો સિક્કો મુકી ધરવું, કાળા તલનાં લાડુ બાળકોને વહેંચવા, શીંગોડા અથવા કાલા જામ ( મીઠાઇ ) ફળ અને પ્રસાદ રૂપે ધરવા તથા નીચે દર્શાવેલા મંત્રની ૧૦૮ માળા દિવસ દરમિયાન કરવી, હનુમાન ચાલીશાનાં પાઠ કરવા, શનિદેવનો વૈદિક, પુરાણોકત કે બીજ મંત્રની માળા કરવી.

પનોતીના પીડિતો માટે રાહત મેળવવાની દિવસ

અત્યારે કર્ક રાશિ( ડ.હ. ), મીન રાશિ ( દ.ચ.ઝ.) ને નાની પનોતિ ( અઢી વર્ષની ) તથા કન્યા રાશિ ( પ.ઠ.ણ. ), તુલા રાશિ ( ર.ત. ), અને વૃ‌શ્ચિ‌ક રાશિ ( ન.ય. ) ને મોટી પનોતિ ( સાડાસાત વર્ષ ) ની ચાલે છે. પનોતિ ધારકોએ શનિની અનષ્ટિ અસરોમાંથી મુકત થવા માટે ૨૮ મેના શનિ જયંતિનો દિવસ વિશેષ સંયોગનો કારક છે. તેઓને શનિ સ્તોત્ર અને હનુમાન ચાલીસા કરવાથી શ્રેષ્ઠ ફળ મળે છે.

બુધવારી અમાસ કાળસર્પના વિધાન માટે ફળદાયી

ભવિષ્ય પુરાણ અનુસાર શનિ અમાસ પિતૃકાર્યેષુ અમાસ તરીકે પણ મહત્વ ધરાવે છે. જેઓની કુંડળીમાં કોઇપણ પ્રકારે પિતૃદોષ થતો હોય અને તેઓ પીડા ભોગવી રહ્યા હોય એમણે આ દિવસે પિતૃશ્રાઘ્ધ કરાવવું. જન્મકુંડળીમાં રહેલા અન્ય વિષમ યોગો ઉપરાંત બુધવારી અમાસ કાળસર્પ યોગની શાંતિ વિધાન માટે પણ ફળદાયી બને છે.