બીસીએ સિકસ્થ સેમેસ્ટરનું ૭૯.૪૩ ટકા પરિણામ જાહેર

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- ટોપ-૧૦માં રાજકોટના વિદ્યાર્થીઓનો દબદબો - બી.કોમ. સેમેસ્ટર-૪, બીએસસી (આઈટી) ફોર્થ સેમેસ્ટર અને બીસીએ ફોર્થ સેમેસ્ટરના પરિણામ પણ જાહેર કરાયા સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા લેવાયેલન્ બીસીએ સિકસ્થ સેમેસ્ટર સહિતની પરીક્ષાના પરિણામ જાહેર કરવામાં આવ્યા છે. બીસીએ સિકસ્થ સેમેસ્ટરનું પરિણામ ૭૯.૪૩ ટકા જાહેર કરવામાં આવ્યું છે. ટોપ-૧૦માં રાજકોટના વિદ્યાર્થીઓનો દબદબો રહ્યો છે. આ ઉપરાંત બી.કોમ. સેમેસ્ટર-૪, બીએસસી (આઈટી) ફોર્થ સેમેસ્ટર અને બીસીએ ફોર્થ સેમેસ્ટરનું પરિણામ પણ જાહેર કરાયું છે. બેચલર ઓફ કોમ્પ્યૂટર એપ્લીકેશન સિકસ્થ સેમેસ્ટર પરીક્ષાના પરિણામ સંદર્ભે વધુમાં વિગતો આપતા પરીક્ષા નિયામક જગદીશ મામતોરાએ જણાવ્યું હતું કે, આ પરીક્ષામાં ૧૨૪ વિદ્યાર્થીઓ ફર્સ્ટ કલાસ વીથ ડસ્ટિીકશન સાથે ઉત્તીર્ણ થયા છે. જ્યારે ૧૮૦૬ વિદ્યાર્થીઓને ફર્સ્ટ કલાસ આવ્યો છે. ૨૭૭૪ વિદ્યાર્થીઓ સેકન્ડ કલાસમાં પાસ થયા છે. ૨૦૦ વિદ્યાર્થીઓ થર્ડ કલાસમાં અને ૪૯૩ છાત્રો નાપાસ જાહેર કરવામાં આવ્યા છે. જ્યારે ૭૭૭ વિદ્યાર્થીઓના પરિણામ અનામત રખાયા છે. ૩૭ છાત્રો ગેરહાજર રહ્યા હતા. કુલ ૬૨૧૫ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જેનું પરિણામ ૭૯.૪૩ ટકા આવ્યું છે.