તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બી.એડ્.ના છાત્રોને માર્કસમાં યુનિ.-કોલેજ સંચાલકો વરસ્ર્યા

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ગુપ્ત દાન, વિદ્યાર્થીઓ હોંશિયાર થઇ ગયા કે એસેસમેન્ટમાં ગોટાળા થયા

સૌરાષ્ટ્ર યુનિવર્સિ‌ટીના પરિક્ષા વિભાગે થોડા દિવસ પહેલા બી.એડ્. સેમેસ્ટર-૨નું ૯૨.૮૩ ટકા પરિણામ જાહેર કર્યું હતું. અનેક ફેકલ્ટીઓના પરિણામ ૯૦ ટકા ઉપર આવે છે. પરંતુ બી.એડ.નું પરિણામ જરા હટકે હતું. ૯૨.૮૩ ટકા પરિણામમાં ૯પ ટકા છાત્રો ફસ્ર્ટ ક્લાસ વિથ ડિસ્ટીંકશન સાથે ઉર્તીણ જાહેર કરાયા હતા. જેમાં ૯૦ ટકા વિદ્યાર્થીઓ એવા છે જેઓને ૮પ ટકાથી વધુ માકર્સ મળ્યા છે. સાડા ચાર ટકા છાત્રો ફસ્ર્ટ કલાસ અને માત્ર અડધો ટકા વિદ્યાર્થીઓ હાયર સેકન્ડ ક્લાસમાં પાસ જાહેર કરાયા છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિ‌ટીનાં ઈતિહાસમાં એવું કયારેય નથી બન્યું કે કુલ પરિણામના ૯પ ટકા વિદ્યાર્થીઓ ફસ્ર્ટ ક્લાસ પાસ થયા હોય.

પરંતુ આવું બન્યુ છે. આની પાછળના બે કારણો હોય શકે. કાં તો વિદ્યાર્થીઓનું શૈક્ષણિક સ્તર અચાનક વધી ગયું હોવુ જોઇએ અથવા તો યુનિવર્સિ‌ટીના સત્તાવાહકો અને કોલેજના સંચાલકો માકર્સ આપવામાં વરસી પડયા હોવા જોઇએ. કારણ કે બન્ને સેમેસ્ટરના મળી કુલ ૧૭પ૦ માકર્સમાંથી યુનિવર્સિ‌ટીને ૯૯૦ અને કોલેજના સંચાલકોને ૭૬૦ માકર્સ આપવાની સતા છે.

(પેપર ચકાસણી બાદ) માની લો કે પોતાની કોલેજમાં અભ્યાસ કરતો છાત્ર હોશિંયાર હોય કે ન હોય કોલેજ સંચાલકો તો થોડી રહેમ સાથે તે સમજી શકાય તેમ છે. પરંતુ યુનિવર્સિ‌ટીમાં એસેસમેન્ટ માટે આવેલા પ્રોફેસરોએ ૯૯૦માંથી દરેક છાત્રને ૯૦૦થી વધુ માકર્સ આપ્યા તે તજજ્ઞોને પણ ગળે નથી ઉતરતું. કોઇપણ ક્ષેત્રમાં અભ્યાસ કરતા ૧૦૦ માંથી ૯પ છાત્રો ૮પ ટકાથી વધુ માકર્સ મેળવે તેવુ તો કદાચ સૌરાષ્ટ્ર યુનિવર્સિ‌ટી જ બની શકે અને બન્યું પણ છે.

૧૭પ૦ માંથી ૭૬૦ માર્કસ કોલેજના સંચાલકોને આપવાની સત્તા

બીએડ્ના બન્ને સેમેસ્ટરના મળીને કુલ ૧૭પ૦ માર્ક હોય છે. તેમાંથી યુનિવર્સિ‌ટી ૯૯૦ માર્ક્સની પરીક્ષા લે છે. જ્યારે ૭૬૦ માર્ક્સ કોલેજના સંચાલકોએ આપવાના હોય છે. સીબીસીએસનો અમલ થયા બાદ આ પદ્ધતિ અમલમાં આવી છે. અગાઉ આવું થતું ન હતું. તમામ માર્ક્સની પરીક્ષા યુનિવર્સિ‌ટી દ્વારા જ લેવામાં આવતી હતી. ત્યારે ફસ્ર્ટક્લાસ વીથ ડિસ્ટીંક્શનમાં આવનારા વિદ્યાર્થીઓની સંખ્યા નહીંવત રહેતી હતી. પરંતુ સીબીસીએસનો અમલ થતા કોલેજ સંચાલકોને ૭૬૦ માર્ક્સ વિદ્યાર્થીઓને આપવાનો પીળો પરવાનો આપી દેવામાં આવ્યો અને તેના ભાગરૂપે વિદ્યાર્થીઓ ૮૦ ટકાથી વધુ માર્ક્સ સાથે પાસ થઇ રહ્યા છે.

  • ૮૦૦૦ માંથી ૬૬૩૨ વિદ્યાર્થીઓ ફસ્ર્ટક્લાસ વીથ ડિસ્ટીંકશનમાં પાસ થયા
  • ૧૭પ૦ - માર્કસ બન્ને સેમેસ્ટરના મળીને અપાય છે
  • ૯૯૦- માર્કસની પરીક્ષા યુનિવર્સિ‌ટી દ્વારા લેવામાં આવે છે
  • ૭૬૦ - માર્કસ અલગ-અલગ પરીક્ષા સેમિનાર અને વાયવાના કોલેજ સંચાલકો આપે છે
  • ૧૦૦-૧૦૦ - માર્કના કુલ ૧૨ પેપર હોય છે
  • ૭૦ - માર્કસની યુનિવર્સિ‌ટી પેપરદીઠ પરીક્ષા લે છે
  • પ૦ - માર્કસ થિયરીના અને ૨૦ માર્કસ એમસીક્યુના હોય છે


પરીક્ષા વિભાગે થોડા સમય પહેલાં જાહેર કરેલા બીએડ્ સેમેસ્ટર - ૨ના પરિણામમાં કુલ ૮૦૦૦માંથી ૬૬૩૨ વિદ્યાર્થીઓ ફસ્ર્ટ ક્લાસ વીથ ડિસ્ટીંક્શનમાં એટલે કે ૭૦ ટકાથી વધુ માર્ક્સ સાથે ઉત્ર્તીણ થયા છે. ૧૬૮ વિદ્યાર્થીઓને ફસ્ર્ટ ક્લાસ આવ્યો છે. જ્યારે માત્ર ૩ વિદ્યાર્થીઓ હાયર સેકન્ડ ક્લાસમાં પાસ થયા છે. બાકીના વિદ્યાર્થીઓના પરિણામ કોપી કેસ, વીથ હેલ્ડના કારણે અનામત રખાયા છે. જ્યારે બાકીના નાપાસ જાહેર કરાયા છે. પ્રથમ ત્રણ કેટેગરીમાં પાસ થયેલા વિદ્યાર્થીઓની ટકાવારી ૯૯.પ૦ થાય છે. માત્ર અડધો ટકો વિદ્યાર્થીઓના જ પરિણામ અલગ - અલગ કારણોસર અનામત રખાયા છે.