આર્કિટેક્ચર સ્કૂલના મુદ્દે વીવીપી અને યુનિવર્સિ‌ટી વચ્ચે જંગનાં મંડાણ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- કાર્યકારી કુલપતિ ડો. ડોડિયાએ મોકો જોઇ જોડાણ આપી દીધું હતું
- યુનિ.એ. સમીક્ષા માટે નોટિસ ફટકારતાં વીવીપીએ નીતિ-નિયમો લેખિતમાં આપવા અનુરોધ કર્યો


કાર્યકારી કુલપતિએ ઈન્દુભાઈ પારેખ સ્કૂલ ઓફ આર્કિટેક્ચરને સત્તામંડળની બહાલીની અપેક્ષાએ જોડાણ આપી દીધા બાદ વીવીપી કોલેજ સંચાલિત આર્કિટેક્ચર સ્કૂલના સંચાલકો અને યુનિવર્સિ‌ટીના સત્તાવાહકો વચ્ચે જંગનાં મંડાણ થયા છે. યુનિવર્સિ‌ટીએ જોડાણ સંદર્ભે સમીક્ષા માટે રૂબરૂ આવવાની નોટિસ ફટકાર્યા બાદ આર્કિટેક્ચર સ્કૂલના સંચાલકોએ યુનિવર્સિ‌ટીને પત્ર પાઠવીને કાર્યકારી કુલપતિ શું કાર્યવાહી કરી શકે તે અંગેના નીતિ-નિયમો લેખિતમાં આપવા અનુરોધ કર્યો છે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિ‌ટીના કુલપતિ ડો. મહેન્દ્ર પાડલિયા વિદેશયાત્રાએ જતા કુલાધિપતિ કમલા બેનીવાલે કાર્યકારી કુલપતિ તરીકે આર્ટ્સ ફેકલ્ટીના ડીન ડો. જયદીપસિંહ ડોડિયાની વરણી કરી હતી. ડો. ડોડિયાએ વીવીપી સંચાલિત ઈન્દુભાઈ પારેખ સ્કૂલ ઓફ આર્કિટેક્ચરને સત્તામંડળની બહાલીની અપેક્ષાએ જોડાણ આપી દીધું હતું. ત્યારબાદ કુલપતિ ડો. પાડલિયા પરત આવ્યા બાદ ગત તા.૭-૧૧ના રોજ આર્કિટેક્ચરના સંચાલકોને સમીક્ષા અર્થે યુનિવર્સિ‌ટી બોલાવવામાં આવ્યા હતા. પરંતુ સ્કૂલના સત્તામંડળે સમય માગતા આગામી ૧પ-૧૧ની નવી તારીખ યુનિવર્સિ‌ટીએ આપી હતી.

૧પમી નવેમ્બરે સમીક્ષા થાય તે પહેલા આર્કિટેક્ચર સ્કૂલના સંચાલકોએ યુનિવર્સિ‌ટીને પત્ર પાઠવી નીતિ-નિયમો, રૂલ્સ-રેગ્યુલેશન્સ તથા ર્ડિનન્સીઝ-સ્ટેટયુટસ શું છે? તે અંગેની લેખિતમાં માહિ‌તી આપવા અનુરોધ કર્યો છે.

કઈ માહિ‌તી માગવામાં આવી છે

ઈન્ચાર્જ કુલપતિની કાર્યવાહીની સમીક્ષા સૌરાષ્ટ્ર યુનિવર્સિ‌ટીના ક્યા કાયદા કાનૂન વગેરેના આધારે કરી શકાય છે? જો કરી શકાતી હોય તો તેના આધારો, કાયદા કાનૂન વગેરે તથા પુરાવા આપવા, યુનિવર્સિ‌ટી હાથ ધરાયેલ સમીક્ષા અંગેની આવી કાર્યવાહી અગાઉ ક્યારેય કરાયેલી છે?, કોલેજના જોડાણની હકીકત વગેરે નીચે લખાયેલું છે કે, નીતિ વિષયક નિર્ણય કર્યો હતો. તો કઈ નીતિ કહો છો? આ અંગે કોઈ ઠરાવ કે કાયદા-કાનૂન છે? આર્કિટેક્ચર કોલેજે બધી જ શરતોનું પાલન કર્યું છે છતાં એકેડેમિક કાઉન્સિલ અને સિન્ડિકેટે ક્યા કાયદા-કાનૂનના આધારે કાયમી જોડાણ નથી આપ્યું?