શાર્પ શૂટર શૈલેષની 'કડી’ મેળવવા મથામણ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

શિવા સોલંકીના રાજકોટના આશ્રયસ્થાનની તપાસની માંગ: શાર્પ શૂટર શૈલેષની કડી મેળવવા મથામણ

અમિત જેઠવા હત્યા કેસમાં જૂનાગઢ સાંસદ દિનુ બોઘા સોલંકીની ધરપકડ કર્યા બાદ કોડીનાર, દીવ, ગીર પંથકમાં તપાસ કરી રહેલી સી.બી.આઇ. ટીમે કેસ સાબિત કરવા માટે કેટલાક મજબૂત સાંયોગિક પુરાવાઓ મેળવવામાં સફળતા પ્રાપ્ત કરી હોવાના નિર્દેશ આધારભૂત સૂત્રો આપી રહ્યા છે. બીજી તરફ અમિત જેઠવાને ગોળીથી વિંધી નાખનાર સોપારી કિલર શાર્પ શૂટર શૈલેષ પંડયા કઇ રીતે દિનુ બોઘા સોલંકીની ટોળકીના સંપર્કમાં આવ્યો તે મુદ્દે પણ સી.બી.આઇ.એ નવેસરથી તલસ્પર્શી તપાસ કરી હોવાનું ચર્ચાઇ રહ્યું છે. દરમિયાનમાં, અમિત જેઠવાના પિતા ભીખુભાઇ બાંટવાએ આજે આશરે ૪૦ પાનાના દસ્તાવેજો સાથે સી.બી.આઇ.ને અનેક પુરાવાઓ સુપરત કર્યા હતા.

લોકસભાની ચૂંટણી નજીક છે ત્યારે જો આ કેસમાં સીબીઆઈ નવા ધડાકા કરે અને દિનુ બોઘા સોલંકી ફરતે ગાળીયો કસે તો મોદી સરકાર પણ ભીંસમાં મુકાઈ શકે છે.

આ અહેવાલની વધુ વિગતો વાંચવા આગળ ક્લિક કરો.