તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • A Traffic Policeman In Front Of The Scene Baikacalake

વધુ એક ટ્રાફિક પોલીસમેન સામે બાઇકચાલકે સીન કર્યા

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

શહેરમાં પોલીસની કોઇ ધાક જ ન હોય તેમ છાશવારે પોલીસ પર હુમલાના બનાવ બને છે. તેમાંય ટ્રાફિક પોલીસ સૌથી વધુ ટાર્ગેટ બને છે. વધુ એક કિસ્સામાં રામનાથપરામાં ત્રિપલ સવારીમાં નીકળેલા બાઇકચાલકે ટ્રાફિક શાખાના હેડ કોન્સ્ટેબલ સાથે બખેડો કરી રોફ જમાવતા ચકચાર મચી ગઇ હતી.

શહેર પોલીસની ટ્રાફિક શાખામાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ રઘુવીરસિંહ જામભા સરવૈયા મંગળવારે સવારે રામનાથપરા વિસ્તારમાં વિરાણી વાડી પાસે ફરજ પર હતા ત્યારે ત્રિપલ સવારીમાં એક બાઇક ધસી આવ્યું હતું. પોલીસમેન રઘુવીરસિંહે બાઇક અટકાવ્યું હતું. અને લાઇસન્સ સહિતના કાગળો માગ્યા હતા.

પોલીસમેનને લાઇસન્સ બતાવવાને બદલે બાઇકચાલકે બખેડો શરૂ કર્યો હતો. અને ‘અમને કેમ રોકાય?’ તેમ કહી સીન જમાવવાનું શરૂ કર્યું હતું. છેલબટાવ જેવા લાગતા ત્રણેય શખ્સોએ ધમાલ મચાવતા લોકોના ટોળાં એકઠા થઇ ગયા હતા. અને પોલીસમેને ત્રણેયને સકંજામાં લેવાનો પ્રયાસ કરતા બે શખ્સો નાસી ગયા હતા.

જોકે સંતકબીર રોડ પરની ભગીરથ સોસાયટીમાં રહેતા પ્રતીક દિલીપભાઇ ચંદારાણા (ઉ.વ.૨૧)ને પોલીસે દબોચી લીધો હતો. અને તેની સામે ફરજમાં રૂકાવટનો ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી કરવામાં આવી હતી.