• Gujarati News
  • A Murderer Catches From Rajkot Who Fled Before A Month

રામમઢીના મહંતનો ખૂની રાજકોટમાંથી ઝડપાયો

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- આશ્રમનો વહીવટ સંભાળતી મહિ‌લા સાથેના સંબંધની જાણ થઇ જતાં મહંતે કાઢી મૂકયો હતો

ભાવનગર જિલ્લામાં ગઢડા-બોટાદ રોડ ઉપર દુદાપર વીડ ખાતે પ્રસિધ્ધ રામમઢી આશ્રમના વૃધ્ધ મહંત બાબુભારથી મગનભારથી ગોસ્વામીની ૨૩,માર્ચના વહેલી સવારે છરીના નવ ઘા ઝીંકીને હત્યા કરવાના ચકચારી ગુનામાં ફરાર બારોટ દિનેશ ઉર્ફે બાબલી રણમલ બાઘોરા આજે રાજકોટમાંથી ઝડપાઇ ગયો હતો. આશ્રમનો કારભાર સંભાળતી મહિ‌લા સાથેના આડાસંબંધની મહંતને જાણ થઇ જતાં મહંતે તેને આશ્રમમાંથી કાઢી મૂકતા તેણે મહંતને મોતને ઘાટ ઉતારી દીધાની કબૂલાત આપી હતી.

સંતકબીર રોડ ઉપર ભગીરથ સોસાયટીમાં રહેતા સામાજિક કાર્યકર જીણાભાઇ ગોહેલે ક્રાઇમ બ્રાંચના સ્ટાફને માહિ‌તી આપી હતી કે, તેના ઘરે દિનેશ બારોટ આવ્યો છે અને તે રામમઢી આશ્રમના મહંતની હત્યામાં ફરાર છે. બાતમી મળતા એએસઆઇ મનુભા ઝાલા,ફિરોઝ શેખ, ભાનુભાઇ મિયાત્રા અને મહાવીરસિંહે ઉપરોકત મકાનમાંથી દિનેશને ઝડપી લીધો હતો. તેના થેલામાંથી છરી મળી આવી હતી.

પ્રાથમિક પૂછતાછમાં બહાર આવ્યું છેકે દિનેશ અપરિણીત અને ગાંજાનો બંધાણી છે. બે વર્ષ પહેલાં તે હલેન્ડા આશ્રમે ગયો હતો ત્યાં જીણાભાઇ ગોહેલ સાથે પરિચય થયો હતો. દિનેશની બહેન રામમઢી આશ્રમની બાજુમાં ગઢડા ગામે રહે છે બે વર્ષ પહેલાં તે બહેનના ઘરેથી રામમઢી આશ્રમે ગયો હતો. અને ત્યાં જ રહી સેવા,પૂજા કરતો હતો. આશ્રમનો તમામ કારભાર સંભાળતા ગીતાબેન ઘનશ્યામભાઇ મિસ્ત્રી સાથે તેને પ્રેમ થઇ ગયો હતો. મહંતને આડાસંબંધની જાણ થઇ જતાં તેને આશ્રમમાંથી કાઢી મૂકયો હતો. આડા સંબંધમાં આડા આવનાર મહંત ૨૩ તારીખે સવારે ૬ વાગે કુદરતી હાજતે ગયા ત્યારે તેને પતાવી દીધા હતા. ફરાર સમય દરમિયાન ઉપલેટા,કચ્છ સહિ‌તના સ્થળે રોકાયા બાદ ત્રણ દિવસથી રાજકોટ આવ્યો હતો.

હત્યા માટે ગીતાએ ૪૦ લાખની ઓફર કર્યાની સ્ફોટક કેફિયત

આરોપી દિનેશની કેફિયત મુજબ મહંત તેને ગીતા સાથે જોઇ ગયા હતા. આથી ગીતાએ કહ્યું હતું કે મહંત પહેલા તને બાદમાં મને કાઢી મૂકશે. બહેતર એ છેકે હું તારી સાથે ઝઘડો કરું એટલે તું આશ્રમ છોડી દેજે. બાદમાં મહંતને પતાવી દેજે. હત્યા પછી તેને ૪૦ લાખ આપવાની પણ ગીતાએ લાલચ આપી હોવાનો આક્ષેપ કરતા પોલીસ એ દિશામાં પણ તપાસ કરી રહી છે.

બે દિવસ મોકો ન મળ્યો, ત્રીજા દિવસે પતાવી દીધા

આશ્રમમાંથી કાઢી મુકાયા બાદ દિનેશ ગઢડા બહેનના ઘરે ગયો હતો. ૨પ૦ રૂ.માં એક છરો ખરીદ કરીને મહંતની હત્યા કરવા માટે રોજ રાતેઆશ્રમે જતો,પરંતુ મોકો મળ્યો ન હતો. ત્રીજા દિવસે કુદરતી હાજતે ગયેલા મહંત ઉપર પાછળથી હુમલો કરીને કામ તમામ કરી નાખ્યું હતું.