• Gujarati News
  • આંગડિયાના ભાગીદારો વેપારીના ૧ કરોડના દાગીના ઓળવી ગયા

આંગડિયાના ભાગીદારો વેપારીના ૧ કરોડના દાગીના ઓળવી ગયા

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સોનીબજારમાં પેઢી ધરાવતા અને ચાંદીના દાગીના સપ્લાય કરતાં વેપારી પાસેથી એક કરોડના દાગીના મેળવી આંગડિયા પેઢીના ચાર ભાગીદારો બારોબાર દાગીના હજમ કરી જતાં પોલીસ ફરિયાદ નોંધાઇ હતી.
શહેરની યુનિવર્સિટી રોડ પરની જલારામ સોસાયટીમાં રહેતા અને સોનીબજારના માંડવીચોકમાં એમ.આર.પરમાર નામે પેઢી ચલાવતા મનસુખભાઇ રામજીભાઇ પરમારે નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે પાટણના ગુજરવાડા ગામના શંકરલાલ ભલા રાઠોડ, રાજકોટના વર્ધમાનનગરમાં રહેતા રતનસિંહ બળદેવજી પરમાર, શિરોહીના વરાડા ગામના પ્રેમારામ જગારામ દેસાઇ અને પાલીના બીજાપુરના મહાવીરસિંહ જબારસિંહ રાઠોડના નામ આપ્યા હતા.
મનસુખભાઇ પરમારે ફરિયાદમાં જણાવ્યું હતું કે, પોતે સોના-ચાંદીના દાગીના બનાવી યુપી, રાજસ્થાન સહિતના રાજયોમાં સપ્લાય કરે છે. આંગડિયાપેઢી ચલાવતા રતનસિંહ પરમારને પાંચેક વર્ષથી ઓળખતા હોય રતનસિંહ બે વર્ષ પૂર્વે શંકરલાલને લઇ મનસુખભાઇ પરમાર પાસે ગયો હતો અને ભાગીદારીમાં આર.શંકરલાલ નામે પેઢી શરૂ કર્યાનું કહી સોના-ચાંદીના દાગીના અન્ય રાજયોમાં પહોંચાડવાની કામગીરી આપવાનું કાું હતું. બંને શખ્સોની વાતોમાં આવી ગયેલા મનસુખભાઇ પરમારે ચાંદીના દાગીના આપવાનું શરૂ કર્યું હતું. અને ગત ૧૧ જૂન ૨૦૧૩ થી ૨૪ જૂન ૨૦૧૩ સુધીમાં રૂા.૯૯,૯૮,૬૨૯ની કિંમતના ૪૫૦ કિલો ૧૪૬ ગ્રામ ચાંદીના દાગીના ઉપરોકત શખ્સોની આંગડિયાપેઢી મારફતે દિલ્હી માટે મોકલ્યા હતા. મનસુખભાઇ ઉપરાંત રમેશભાઇ ચૌહાણ, મનસુખભાઇ તલસાણિયા અને બાબુભાઇ દુધાત્રાની પેઢીના દાગીના પણ તેમાં સામેલ હતા પરંતુ, શંકરલાલ, રતનસિંહ, પ્રેમારામ અને મહાવીરસિંહે જેતે વ્યકિતને દાગીના પહોંચાડવાને બદલે બારોબાર દાગીના છોડાવી લીધા હતા. વેપારીને દાગીના નહીં પહોંરયાની જાણ થતાં મનસુખભાઇ પરમારે ગત ૮ જુલાઇ ૨૦૧૩ના રોજ અરજી કરી હતી. અંતે આ પ્રકરણમાં ગુનો નોંધાયો હતો.