જેલ અધિ ાકને ધમકી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ મઘ્યસ્થ જેલના અધિ ાક વ્યાસના ઘરમાં જઇ માથાભારે શખ્સોએ ધમકી આપ્યાની અને જેલમાં જ અધિ ાક પર હુમલાના કાવતરાંની ઘટના હજુ તાજી જ છે ત્યાં સોમવારે કોટર્ની લોબીમાં કુખ્યાત શખ્સે જાનથી મારી નાખવાની ધમકી દેતા ચકચાર મચી ગઇ હતી.
અગાઉ દારૂના ગુનામાં અનેક વખત પોલીસ ચોપડે ચડી ચૂકેલા રાયધન મોહન કુંભારવાડિયા અને તેના પુત્ર સામે હત્યાનો ગુનો નોંધાતા પિતા-પુત્ર બંનેને જેલમાં ધકેલવામાં આવ્યા હતા. રાયધન કુંભારવાડિયા ગત ૬ મેના રોજ જેલમાંથી છૂટયો હતો. રાયધને વકીલ મારફત જેલ અધિ ાક અરૂણકુમાર વ્યાસ સામે અરજી કરી હોય તે અરજીના કામે જવાબ લખાવવા જેલ અધિ ાક વ્યાસ સોમવારે મેજિસ્ટ્રેટ સમ ા હાજર થયા હતા. જવાબ લખાવીને અરૂણકુમાર વ્યાસ સેશન્સ કોટર્ની લોબીમાં હતા ત્યારે રાયધન કુંભારવાડિયા ધસી આવ્યો હતો અને તેમ કહી ધમકી આપી હતી.
આ અંગે જેલ અધિ ાક વ્યાસે પ્ર.નગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પીએસઆઇ સોલંકી સહિતનો સ્ટાફ રાયધન જયાં રહે છે તે સહકાર સોસાયટીમાં દોડી ગયો હતો અને તેને દબોચી લીધો હતો. પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, રાયધન અને તેનો પુત્ર અજય જેલમાં હતા ત્યારે અજયને તેના વર્તન બદલ જેલ અધિ ાકે શિ ાા કરી હોય તેનો ખાર રાખી ધમકી આપી હતી. પોલીસે આરોપીની ધરપકડ કરી કાર્યવાહી કરી હતી.