• Gujarati News
  • વૈધ પર થયેલા ફાયરિંગ કેસમાં સુરત આશ્રમમાં તપાસ કેન્દ્રિત

વૈધ પર થયેલા ફાયરિંગ કેસમાં સુરત આશ્રમમાં તપાસ કેન્દ્રિત

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આસારામ સામે વર્ષોથી જંગ છેડનાર અને અનેક કેસમાં સા ાી તરીકે જુબાની આપનાર અમદાવાદના વૈધરાજ અમૃત પ્રજાપતિ પર શુક્રવારે બપોરે રાજકોટમાં થયેલા ફાયરિંગ પ્રકરણમાં અમદાવાદ ગયેલી પોલીસને કોઇ સફળતા મળી નહોતી. પોલીસે વિવિધ દિશામાં તપાસ શરૂ કરતા આસારામના સુરત આશ્રમના શખ્સોની સંડોવણીની શંકા ¼ઢ બનતા પોલીસ સુરત દોડી ગઇ હતી.
વૈધ અમૃત પ્રજાપતિ રાજકોટના પેડક રોડ પર આવેલા ઔષધાલયે દર્દીઓના નિદાન માટે આવ્યા હતા ત્યારે ધસી આવેલા શખ્સે ફાયરિંગ કરી અમૃત પ્રજાપતિની હત્યાની કોશિશ કરી હતી. હોસ્પિટલના બિછાને પહોંચેલા અમૃત પ્રજાપતિએ પોતાના પર હુમલો થયો ત્યારે અમદાવાદ આશ્રમમાં રહેતા છ શખ્સો ઔષધાલયની બહાર ટોળામાં હોવાનું નિવેદન આપતા પોલીસ અમદાવાદ-બરોડા આશ્રમે પહોંચી હતી પરંતુ, છએય શખ્સો ભૂગર્ભમાં ઉતરી ગયા હોય હાથ આવ્યા નહોતા.
દરમિયાન પોલીસ એવા તર્ક પર પહોંચી હતી કે, અગાઉ આસારામના વિરોધીઓ પર હુમલા થયા હતા તેમાં સુરત આશ્રમના શખ્સોની સંડોવણી ખૂલી હતી. જેમાં બે શખ્સો હજુ પણ ફરાર છે. ફાયરિંગ કરનાર શખ્સ સુરત આશ્રમ સાથે જોડાયો હોવાની શંકાએ પોલીસની એક ટુકડી સુરત દોડી ગઇ છે.