• Gujarati News
  • ભારે ગરમી અને બફારાને કારણે શહેરીજનો ત્રાહિમામ્

ભારે ગરમી અને બફારાને કારણે શહેરીજનો ત્રાહિમામ્

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સોમવારનું તાપમાન
ભેજના કારણે અસા બફારો રાો
અમુક વિસ્તારમાં વરસાદની આગાહી
ભેંસાણ અને ભાવનગર પંથકમાં ઝાપટાં
ઊનાળાના અંતિમ દિવસો ચાલી રાા છે. ગરમી પણ તેની પરાકાષ્ઠાએ છે. હિટવેવમાં સૌરાષ્ટ્ર આખું જાણે શેકાય રાું હોય તેમ તાપમાનનો પારો ૪૩ ડિગ્રી અને અમુક શહેરોમાં ૪૫ ડિગ્રીને પાર કરી ગયો છે. રાજકોટનું સોમવારનું મહત્તમ તાપમાન ૪૩ ડિગ્રી રાું હતું. ૪૪.૩ ડિગ્રી સાથે સૌરાષ્ટ્રમાં સુરેદ્રનગર સૌથી વધુ ગરમ શહેર રાું હતું. જયારે ૪૩.૨ ડિગ્રી સાથે અમરેલી બીજા ક્રમે રાું હતું.
કરછ પર સૂર્યનારાયણ જાણે કોપાયમાન થયા હોય તેમ મહત્તમ તાપમાનનો પારો ૪૫ ડિગ્રીને વળોટી ગયો હતો. ભૂજમાં છેલ્લા ત્રણ વર્ષનું રેકોર્ડબ્રેક મહત્તમ તાપમાન ૪૫.૪ ડિગ્રી નોંધાયું હતું. એરકંડિશનર પણ કામ કરતા બંધ થઈ ગયા હતા. પંખામાંથી પણ જાણે લૂ વરસી રહી હતી. લોકોએ ઘરની અંદર પણ લૂનો અહેસાસ કર્યોહતો. સૌરાષ્ટ્રમાં તાપમાનનો પારો આગામી ૪૮ કલાક સુધી હજુ ૪૩ ડિગ્રીથી વધુ રહે તેવી આગાહી હવામાન વિભાગે કરી છે.
હવામાન વિભાગે આગાહી કરી છે કે, સૌરાષ્ટ્રના કેટલાક ચોક્કસ વિસ્તારો અમરેલી તેમજ રાજકોટ અને સુરેન્દ્રનગર જિલ્લા ઉપરાંત આટકોટ, જસદણ અને રિબડા વિસ્તારમાં આજે વરસાદ પડે તેવી સંભાવના છે.
રાજકોટનું મહત્તમ તાપમાન ૪૩ ડિગ્રીએ પહોંચતા લોકો આકરા તાપથી ત્રાહિમામ પોકારી ગયા હતા. સાથોસાથ ભેજનું પ્રમાણ પણ ૭૫ ટકા હોવાથી અસા બફારાનો અનુભવ લોકોએ કર્યોહતો. બપોરના સમયે પણ ભેજ રહેતા તાપની સાથે પરસેવેથી શહેરીજનો નિતર્યા હતા.
ભેંસાણમાં સોમવારે બપોર બાદ અમુક વિસ્તારમાં છાંટા પડયા હતા તો કયાંક ઝાપટું વરસ્યું હતું. આ ઉપરાંત ભાવનગર જિલ્લાના વલ્લભીપુર તેમજ બોટાદ પંથકના કારિયાણી ગામમાં ભારે પવન સાથે વરસાદ પડયો હતો.
અમરેલી
૪૩.૨ઠ
બરોડા
૪૧.૮ઠ
ભુજ
૪૫.૪ઠ
ભાવનગર
૪૦.૪ઠ
સુરેન્દ્રનગર
૪૪.૩ઠ
અમદાવાદ
૪૧.૯ઠ
રાજકોટ
43.0o