• Gujarati News
  • ફૂલ, છોડનું પાણી દ્વાર િસંચન| સિસ્ટરનિવેદિતા સ્કૂલ દ્વારા બાલમંદિરના બાળકો માટે નર્સરી ગાર્ડનન

ફૂલ, છોડનું પાણી દ્વાર િસંચન| સિસ્ટરનિવેદિતા સ્કૂલ દ્વારા બાલમંદિરના બાળકો માટે નર્સરી ગાર્ડનની મુલાકાતનું આયોજન કરાયું હતું. બાળકોને ફળ,ફૂલ,ઝાડ, ઇન્ડોરલ આઉટડોર પ્લાન્ટ વિષેની જાણકારી...

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ન્યૂઝ ઇન બોક્સ

ફૂલ, છોડનું પાણી દ્વાર િસંચન| સિસ્ટરનિવેદિતા સ્કૂલ દ્વારા બાલમંદિરના બાળકો માટે નર્સરી ગાર્ડનની મુલાકાતનું આયોજન કરાયું હતું. બાળકોને ફળ,ફૂલ,ઝાડ, ઇન્ડોરલ આઉટડોર પ્લાન્ટ વિષેની જાણકારી આપવામાં આવી હતી. નર્સરીના સંચાલક પ્રશાંતભાઇ વણપરિયા વિરલભાઇ વણપરિયાઅે કૂંડામાં છોડ કેવી રીતે વાવી શકાય તેના વિશેની માહિતી આપી હતી. માર્ગદર્શક તરીકે રાજેશ્રીબેન વઘાડિયાલ જીવંતિકાબેન રાવલ, રીનાબેન ગોસ્વામીએ સેવા આપી હતી. બાળકોએ પણ પર્યાવરણ સંબંધી ઉપરોક્ત પ્રવૃત્તીમાં હોંશ ભેર ભાગ લીધો હતો. રોપા, છોડને પાણી પીવડાવ્યું હતું.

બાળકોએ નર્સરીની મુલાકાત લીધી

મહારાજ ઘેલારામજી મંદિરે પાદુકા પૂજન

મહારાજઘેલારામજીઔદિચ્ય બ્રાહ્મણ યુવક મંડળ દ્વારા મહારાજ ઘેરારામજી મંદિર, દરબારગઢ પાસે, સોની બજાર ખાતે 12મી સપ્ટેમ્બરના સાંજે 5.30 થી 6.30 પાદુકા પૂજન અને સાંજે 6.30 થી 8.30 સર્વ જ્ઞાતિજનો માટે મહાપ્રસાદનું આયોજન કરાયું છે. તેમ યાદીમાં જણાવવામાં આવ્યું છે.

મહિલાઓ માટે યોગની શિબિર

આર્યસમાજદ્વારા 12મીથી 14મી સપ્ટેમ્બર સુધી મહિલાઓ માટે યોગ અને આસન પ્રશિક્ષણ શિબિર માયાણીનગર, નાના મવા રોડ પાસે, આર્ય સમાજ મંદિરે સવારે 6.30 અને સાંજે 4.30 કલાકે યોજાશે. શિબિરમાં 12 થી 50 વયના બહેનો જોડાઇ શકશે. તેેમ ભાવનાબેન આર્યા, ડો.સદગુણા આર્યા, પોપટભાઇ ચૌહાણે યાદીમાં જણાવ્યું છે.

નીલગાયને બચાવતા જીવદયા પ્રેમીઓ

લોધીકાનાકોઠાપીપળીયાગામે ફેન્સીંગના તારમાં પગ આવી જતા નીલ ગાય ફસાઇ ગઇ હતી. બાબતની જીવદયા પ્રેમીઓને જાણ થતા જયંતીભાઇ પરમાર, સરપંચ સંજયભાઇ અગ્રાવત, ફોરેસ્ટ વિભાગના જે.એમ.વ્યાસ, હંસાબેન મોકડીયાએ જહેમત ઉઠાવી નીલ ગાયને ફેન્સીંગમાં છોડાવી દવાખાને ખસેડી સારવાર અપાવી હતી.

બજમ ગઝલનો કાર્યક્રમ

બજમગઝલસંસ્થા દ્વારા જૂના પાશ્વર્ય ગાયકોએ ગાયેલી યાદગાર ગઝલોનો કાર્યક્રમ 12મી સપ્ટેમ્બરના સાંજે 4 કલાકે દેવભુવન, મનહર પ્લોટ-6 રાજકોટ ખાતે યોજાશે. ગઝલોની પ્રસ્તુતી નરેન્દ્રસિંહ ગોહેલ કરશે. સાજીંદા નિલેશ ત્રિવેદી, કુમન નિમાવત, પ્રવીણગીરીજી, પ્રભાતસિંહ ગોહેલ સંગત આપશે. તેમ યાદીમાં જણાવ્યું છે.

શ્રેષ્ઠ શિક્ષક તરીકે સન્માનિત થયા

માતૃભાષાક્ષેત્રેશ્રેષ્ઠ યોગદાન બદલ માતૃભાષા અભિયાન અમદાવાદ દ્વારા અમરેલીની પી.એ.વોરા વિદ્યા નિકેતન રૂપાયતન પ્રાથમિક શાળાના આચાર્ય તરીકે ફરજ બજાવતા ભારતીબેન બાલુભાઇ ગોહિલને શ્રેષ્ઠ શ