• Gujarati News
  • સામાજિક કાર્યકરે પોતાની ટીમ સાથે િદવસો સુધી જુદા જુદા વિસ્તારમાં ફરી લોકોને જાગૃત કર્યા

સામાજિક કાર્યકરે પોતાની ટીમ સાથે િદવસો સુધી જુદા-જુદા વિસ્તારમાં ફરી લોકોને જાગૃત કર્યા

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટનેએઇમ્સ મળે તેવી સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છમાંથી માગ ઊઠી છે, શ્રમિકથી માંડી તવંગર અભણથી માંડી સુશિક્ષિત વ્યક્તિ કરી રહી છે કે એઇમ્સ અહમની નહીં, પરંતુ જિંદગી માટેની લડાઇ છે. રાજકોટના એક સામાજિક કાર્યકરે ‘દિવ્ય ભાસ્કર’ની ઝુંબેશમાં અનોખી રીતે આહુતિ આપી હતી. સામાજિક કાર્યકરે શહેરના જુદા-જુદા વિસ્તારોમાં ફરી લોકોને એઇમ્સની જરૂરિયાત સમજાવી તેમની સહમતી માટે સહી ઝુંબેશ ચલાવી હતી.

શહેરના રામનાથપરામાં રહેતા અને 30 વર્ષથી રાજકોટ સિવિલ હોસ્પિટલને પોતાનું કાર્યક્ષેત્ર બનાવી સેવાકીય પ્રવૃત્તિ કરતા હસનબીન હીદીભાઇ આરબે જણાવ્યું હતું કે, રાજ્યના આરોગ્ય મંત્રી નીતિનભાઇ પટેલે રાજકોટમાં આવીને રાજકોટ અથવા વડોદરામાં એઇમ્સની સ્થાપનાની જાહેરાત કરી દિવસથી ‘દિવ્ય ભાસ્કરે’ એઇમ્સ રાજકોટને મળે તે માટે શરૂ કરેલી ઝુંબેશ અત્યંત લોકઉપયોગી છે. ‘દિવ્ય ભાસ્કર’ અખબારી ધર્મ નિભાવી રહ્યું છે, ત્યારે રાજકોટના નાગરિક હોવાના નાતે મને પણ મારા અંતરઆત્માએ ઢંઢોળ્યો હતો અને યજ્ઞમાં જે થાય તે કરવા ઝુંબેશનો સૈનિક બની ગયો હતો.

હસનબીન અને તેના સાથી કાર્યકરો જબ્બારબાપુ કાદરી, મુન્નાભાઇ નાગોરી, ગફારભાઇ ખલીફા, અહેમદ મકરાણી, મુસ્તાક સંઘાર સહિતના કાર્યકરો સૂર્યોદય થાય તે સાથે પોતાના ઘરથી નીકળીને જુદા-જુદા વિસ્તારમાં પહોંચી જતા હતા અને પોતાની પાસે રહેલા એઇમ્સ અંગેના પ્રિન્ટેડ કાગળો લોકોને બતાવી એઇમ્સ આવવાથી રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રના દર્દીઓને શું ફાયદો થઇ શકે તે સમજાવતા હતા અને જે વ્યકિત એઇમ્સ રાજકોટમાં આવવી જોઇ તે વાત સાથે સહમત થતા તેની સહી કરાવતા હતા. હસનબીન અને તેના સાથી કાર્યકરોએ 4 હજાર લોકોને ઝુંબેશમાં જોડીને સહી કરાવી હતી. રાજકોટના જાગૃત નાગિરકોએ એઈમ્સ માટે કરેલા પુરુષાર્થમાં એઈમ્સનો મુદ્દો રાજકોટમાં કઈ હદે વ્યાપી ગયો છે તેની પ્રતિતી કરાવે છે. ઉલ્લેખનીય છે કે, રાજકોટમાં દરરોજ અનેક સંસ્થાઓ દ્વારા એઈમ્સ માટે વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે.

એઈમ્સ મેળવીને રહીશું: ગુર્જર પ્રજાપિત જ્ઞાિતનો હુંકાર

એઇમ્સ માટે 4 હજાર લોકોએ સહી કરી

ઝુંબેશ બની મહાચળવળ | િદવ્ય ભાસ્કરની ઝુંબેશમાં આખું સૌરાષ્ટ્ર બન્યુ સહભાગી

રાજકોટ ગુર્જર પ્રજાપિત જ્ઞાિત દ્વારા તાજેતરમાં ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું હતું. તેના સમાપન પ્રસંગે હજારો જ્ઞાિતજનોએ એઈમ્સ માટે શપથ લીધા હતા. કાર્યક્રમમાં જ્ઞાિત પ્રમુખ નરેન્દ્રભાઈ મકવાણા તેમજ અગ્ર