• Gujarati News
  • બે ટ્રેનના સમય બદલાયા, બે મોડી આવી

બે ટ્રેનના સમય બદલાયા, બે મોડી આવી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરામાંભારે વરસાદને કારણે ટ્રેક પર પાણી ભરાતા સૌરાષ્ટ્રના રેલવે વ્યવહારને અસર પહોંચી છે. રાજકોટથી ગુરુવારે સવારે 6.40 વાગ્યે ઉપડતી ટ્રેન નંબર 16333 વેરાવળ ત્રિવેન્દ્રમ એક્સપ્રેસ ચાર કલાક મોડી 10.40 વાગ્યે ઉપડતી હતી, આજ પ્રકારે ટ્રેન નં.11463 સોમનાથ જબલપુર એક્સપ્રેસ દરરોજ બપોરે 2 વાગ્યે ઉપડે છે જે ગુરુવારના સાડા ત્રણ કલાક મોડી 5.30 વાગ્યે ઉપડી હતી. બન્ને ટ્રેન બુધવારે મોડી આવતા રિશેડ્યૂલ કરાઇ હતી. ઉપરાંત મુંબઇ સેન્ટ્રલ ઓખા સૌરાષ્ટ્ર મેલ સવારે 10.05ને બદલે 10.20 વાગ્યે પંદર મિનિટ મોડી આવી હતી જયારે સૌરાષ્ટ્ર જનતા વીસ મિનિટ મોડી સવારે 7.27ના બદલે 7.47 વાગ્યે રાજકોટ પહોંચી હતી.