બમણી રકમનો દંડ થશે

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શહેરમાંઆડેધડ વાહન પાર્ક કરી સમસ્યા સર્જતા વાહનચાલકોને કાયદાનું ભાન કરાવવા પોલીસ વધુ ટેકનોલોજી સભર બનવા જઇ રહી છે. ટ્રાફિક નિયમનનો ભંગ કરીને જતા રહેતા વાહનચાલકો કેમેરામાં કેદ થઇ જાશે અને થોડા દિવસમાં તેના ઘરે ફોટોગ્રાફ્સ અને નોટિસ ફટકારી દેવાશે.

શહેરના એડિશનલ પોલીસ કમિશનર ડો.કે.એલ.એન.રાવે જણાવ્યું હતું કે, શહેરના મુખ્ય માર્ગો પર વાહનોનું આડેધડ રીતે પાર્કિંગ કરવામાં આવતું હોવાને કારણે ટ્રાફિક સમસ્યા સર્જાય છે અને ટ્રાફિકજામ થાય છે. સમસ્યાના નિવારણ માટે શહેર પોલીસ દ્વારા ખાસ આયોજન કરવામાં આવ્યું છે. ટ્રાફિક શાખા દ્વારા ત્રણ-કેમેરા ખરીદવામાં આવ્યા છે. જે વાહન આડધડ રીતે કે રોંગ સાઇડમાં પાર્ક કરાયા હશે અથવા અન્ય કોઇ રીતે ટ્રાફિક નિયમનનો ભંગ કરાશે ત્યારે કેમેરામાં તે વાહનનો ફોટોગ્રાફસ લઇ તે વાહનના નંબરના આધારે આરટીઓમાંથી વાહનમાલિકનું નામ સરનામું મેળવવામાં આવશે અને નિયત સરનામે ફોટોગ્રાફસ સહિત દંડ ભરવાની નોટિસ ફટકારવામાં આવશે.

‘ઇ ચલણ’થી સાત દિવસમાં દંડ નહીં ભરનાર વાહનમાલિકનું વાહનનું રજિસ્ટ્રેશન રદ્દ કરવા આરટીઓને ભલામણ કરવામાં આવશે. ડો.રાવે ઉમેર્યું હતું કે, હાલ તૂર્ત શહેરના ટોઇંગ વાહનોમાં રહેલા સ્ટાફ દ્વારા ફોટોગ્રાફ્સ પાડવામાં આવશે અને કામગીરી કરવામાં આવશે. આનાથી ટ્રાિફક સમસ્યા કંઇક અંશે હળવી થશે.

ટોઇંગવાનની ફાઇલ તસવીર

જૂના રાજકોટના કેટલાક વિસ્તારોમાં વાહનો માટે પ્રવેશબંધી

ટ્રાફિક શાખાનાએસીપી કે.બી.ઝાલાએ જણાવ્યું હતું કે, જૂના રાજકોટ વિસ્તારમાં રસ્તાઓ સાંકળા હોવાથી ટ્રાફિક સમસ્યા વિકટ બની છે, સમસ્યાના નિવારણ રૂપે થ્રી-વ્હીલર અને ફોર વ્હીલર વાહનોની પ્રવેશબંધી કરવાનો નિર્ણય લેવાયો છે. જે અનુસંધાને લાખાજીરાજ રોડ, સાંગ‌ણવા ચોકથી જૂની ખડપીઠ સુધી સવારના 9 થી બપોરના 1.30 સુધી તથા સાંજના 5 વાગ્યાથી રાત્રિના 9 વાગ્યા સુધી ઉપરોકત વાહનોનો પ્રવેશ બંધ રાખવામાં આવશે, સાંગણવા ચોકથી રાજેશ્રી સિનેમા સુધી સવારના 9 થી બપોરના 1.30 તથા સાંજના 5 થી રાત્રિના 9 વાગ્યા સુધી ફોર-વ્હીલ વાહનો માટે નો-પાર્કિંગ ઝોન જાહેર કરવામાં આવશે. લાખાજીરાજ રોડથી ધર્મેન્દ્ર રોડ પર થ્રી અને ફોર વ્હીલ વાહનોને સવારના 9 થી બપોરના 1.30 તથા સાંજના 5 થી રાત્રિના 9 સુધી પ્રવેશબંધી કરવામાં આવશે. લાખાજીરાજ રોડ રાજદીપ કોલ્ડ્રિંકસથી ડાબી તરફની શેરીમાં જતા રસ્તે થ્રી તથા ફોર વ્હીલ વાહનોને ઉપરોકત સમય સુધી પ્રવેશબંધી