• Gujarati News
  • શનિવારે મેઘાણી સંપાદિત લોકગીતોનો કાર્યક્રમ

શનિવારે મેઘાણી સંપાદિત લોકગીતોનો કાર્યક્રમ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાષ્ટ્રીયશાયર ઝવેરચંદ મેઘાણી સંપાદિત રઢિયાળી રાતના લોકજીવન,સંસ્કૃતિના પ્રાચીન લોકગીતલ રાસ, ગરબા અને મેઘાણીજીના શીશુકાળના સંસ્મરણો તાજા કરતો રઢિયાળી રાત સ્વરાંજલી કાર્યક્રમ ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાનના ઉપક્રમે 13મી સપ્ટેમ્બરના બપોરે 2.30 કલાકે રાજકોટમાં કાલાવડ રોડ, વી.વી.પી.શૈક્ષણિક સંકુલના રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી કલાભવન ઓડીટોરીયમ ખાતે યોજાશે.

કાર્યક્રમમાં મેઘાણીજી રચીત ચાંદો ઊગ્યો ચોકમાં, જોડે રહેજો રાજ, દાદા હો દીકરી, મહેંદી તે વાવી, સવા બશેરનું મારું દાતરડું, સોના વાટકડી રે, આભમાં ઝીણી ઝબુકે વીજળી જેવી કૃતીઓને ગુજરાતના જાણીતા કલાકારો અભેસિંહ રાઠોડ, નીલેશ પંડ્યા, રાધાબેન વ્યાસ રજૂ કરશે. હાસ્ય કલાકાર ધીરૂભાઇ સરવૈયા મેઘાણીજીના જીવન કવનની રસપ્રદ માહિતી સભર વાતો પોતાની શૈલીમાં રજૂ કરશે. કાર્યક્રમમાં તેમના પરિવારજનો પણ ઉપસ્થિત રહેશે.