• Gujarati News
  • કોર્પોરેટર અનિલ રાઠોડ સામે રાજપૂત સમાજનું આજે સંમેલન

કોર્પોરેટર અનિલ રાઠોડ સામે રાજપૂત સમાજનું આજે સંમેલન

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટના સામાકાંઠે ભાજપના જ બે કોર્પોરેટર અનિલ રાઠોડ અને જયશ્રીબેન ડોડિયા વરચે છેલ્લાં ઘણા સમયથી ચાલતી અદાવત પોલીસ સ્ટેશન સુધી પહોંચી છે. જન્માષ્ટમીના પર્વમાં પણ ડખો થતાં કોર્પોરેટર અનિલ રાઠોડે સાથી સભ્ય જયશ્રીબેન ડોડિયા અને તેમના પતિ કિરીટસિંહ ઉપર હત્યાના ઇરાદે કાર ચડાવી દેવાના આરોપસર ગુનો નોંધાયો છે. આ બનાવના જયશ્રીબેન ડોડિયાના રાજપૂત સમાજમાં ધેરા પડઘા પડયા છે અને ગુરુવારે સામાકાંઠે આવેલી સમાજની વાડીમાં તાકીદનું સંમેલન બોલાવવામાં આવ્યું છે.
ભાજપના જ બે કોર્પોરેટર અનિલ રાઠોડ અને જયશ્રીબેન ડોડિયા વરચે છેલ્લાં ઘણા સમયથી નાની-મોટી વાતમાં તણખા ઝરતા રહે છે. આ અગાઉ અનિલ ડોડિયાએ જયશ્રીબેન ડોડિયા ઉપર જાહેરમાં હુમલો કર્યોહતો, એ પછી તાજેતરમાં જ મનપા કચેરીમાં ભાજપના જ કાર્યાલયમાં જયશ્રીબેન ડોડિયાને ફડાકા ઝીંકી લીધા હતા.
બન્ને વરચે ચાલતો ડખો જન્માષ્ટમી પર્વ જેવા તહેવારના દિવસોમાં જ વકર્યોહતો અને એક કાર્યક્રમમાં બન્ને સામસામે આવી ગયા બાદ અનિલ રાઠોડે જયશ્રીબેન ડોડિયા તથા તેના પતિ ઉપર હત્યાના ઇરાદે કાર ચડાવી દેવાનો પ્રયાસ કર્યાના આરોપસર ગુનો નોંધાયો હતો. હાલ અનિલ રાઠોડ જેલહવાલે છે. સમયાંતરે જયશ્રીબેન ડોડિયા ઉપર થતાં હુમલાના રાજપૂત સમાજમાં ધેરા પ્રત્યાઘાત પડયા છે. અનિલ રાઠોડ સામે કડક પગલાં લેવાની માગણીને લઇને સમાજના આગેવાનોએ ગુરુવારે સામાકાંઠે આવેલી સમાજની વાડીમાં સવારે ૧૦ વાગ્યે એક સંમેલન બોલાવ્યું છે. જેમાં કારડિયા, નાડોદા, ગુર્જર રાજપૂતોના આગેવાનો ઉપસ્થિત રહીને અનિલ રાઠોડ સામે પગલાં કઇ રીતે લેવડાવવા તેની રણનીતિ ઘડશે.