• Gujarati News
  • ખાનગી બી.એડ.કોલેજોમાં કરાશે સરપ્રાઇઝ ચેકગિં

ખાનગી બી.એડ.કોલેજોમાં કરાશે સરપ્રાઇઝ ચેકગિં

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સૌરાષ્ટ્રની અમુક ખાનગી બીએડ કોલેજોમાં એડમિશન લેનાર વિધાર્થીઓ કોલેજમાં હાજરી પુરાવવાના બદલે માત્ર પરી ાા દેવા પૂરતા જ આવે છે. આ દૂષણને ડામી દેવા માટે ખાનગી બી.એડ.કોલેજોમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના શિ ાણ વિધાશાખના ડીન દ્વારા ૨૫ સપ્ટેમ્બરથી ૫ ઓગસ્ટ સુધી સરપ્રાઇઝ ચેકિંગ કરવામાં આવશે.
ચોકકસ ખાનગી બી.એડ.કોલેજો દ્વારા કોલેજમાં રેગ્યુલર હાજર રહી અભ્યાસ કરવા માગતા વિધાર્થીઓ તેમજ કોલેજમાં ગેરહાજર રહીને માત્ર પરી ાા દેવા માગતા હોય એવા વિધાર્થીઓ માટે ફીના અલગ અલગ ધોરણ છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના શિ ાણ વિધાશાખાના ડીન ડો.જનક મકવાણાએ ૨૫ ઓગસ્ટથી પ સપ્ટેમ્બર સુધી સૌરાષ્ટ્રમાં ખાનગી બી.એડ.કોલેજમાં સરપ્રાઇઝ ચેકગિં કરવાનો ઠરાવ કર્યોછે. સરપ્રાઇઝ ચેકિંગની જવાબદારી ગ્રાન્ટ ઇન એઇડ કોલેજના પ્રઘ્યાપકોને સોંપવામાં આવી છે.
કસૂરવાર સામે શું પગલાં લેવા? રણનીતિ ઘડાશે
સરપ્રાઇઝ ચેકગિં દરમિયાન કોલેજમાં વિધાર્થી ગેરહાજર હોય છતાં રજિસ્ટરમાં તેમની હાજરી બતાવવામાં આવી હોય તો તે કોલેજના સંચાલકો અને જે તે વિધાર્થી કસૂરવાર ઠરશે. જોકે કસૂરવાર વિધાર્થીઓ અને કોલેજના સંચાલકો સામે કેવા પગલાં લેવા? તે અંગે રણનીતિ ઘડાઇ રહી છે.