• Gujarati News
  • સોનામાં ૧૦૦, ચાંદીમાં ૪૦૦નો ભાવઘટાડો

સોનામાં ૧૦૦, ચાંદીમાં ૪૦૦નો ભાવઘટાડો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભારતીય બુલિયન માર્કેટમાં સ્ટોકિસ્ટ જવેલર્સ અને રોકાણકારોની ધીમી ઘરાકી અને વિશ્વબજારની અસર હેઠળ કિંમતી ધાતુઓના ભાવમાં ધીમી ગતિએ ઘટાડો જોવા મળ્યો હતો. સોનામાં રૂ.૧૦૦ અને ચાંદીમાં રૂ.૪૦૦ તૂટયા હતા. ફેડરલ રિઝર્વની મિટિંગ પૂર્વે સાવચેતીભર્યા વલણ અને ડોલરની મજબૂતાઇ વરચે વિશ્વબજારમાં સોનું ધીમી વધઘટ સાથે ૧૨૯૫ ડોલર પ્રતિ અૌંશ નજીક પહોંરયું હતું. સ્થાનિકમાં રાજકોટ ખાતે ખૂલતી બજારે સોનું રૂ.૨૮,૫૦૦, સોનું બિસ્કિટ રૂ.૨,૮૫,૦૦૦ અને ચાંદી રૂ.૪૨,૪૦૦ના ભાવે પહોંચી હતી. અમદાવાદ ખાતે સોનાના ભાવ રૂ.૧૦૦ ઘટી રૂ.૨૮,૫૦૦ અને ચાંદી રૂ.૪૦૦ ઘટી રૂ.૪૨,૫૦૦ની સપાટીએ જોવાઇ હતી.
વિશ્વબજારમાં મહત્ત્વના દસ ચલણો સામે ડોલર વધીને છ મહિનાની ઊચી સપાટીએ પહોંચતા કિંમતી ધાતુઓની માગ સામાન્ય ઘટી હતી. આ લખાય છે ત્યારે આંતરરાષ્ટ્રીય બજારમાં હાજરમાં સોનું એક ડોલર વધી ૧૨૯૬.૮ ડોલર, ચાંદી ૧૪ સેન્ટ વધી ૧૯.૫૯ ડોલર અને પ્લેટિનમ પાંચ ડોલર ઘટી ૧૪૩૧ ડોલર પ્રતિ અૌંશ થયું હતું.નાયમેકસ ખાતે કોમેકસ સોનું ૩૦ સેન્ટ ઘટી ૧૨૯૬.૪૦ ડોલર અને ચાંદી ૯ સેન્ટ વધી ૧૦૧.૯૯ ડોલર પ્રતિ અૌંશ થઇ હતી.