• Gujarati News
  • રાવકીના સરપંચના પુત્રનો આપઘાત

રાવકીના સરપંચના પુત્રનો આપઘાત

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
લોધિકાના રાવકી ગામના મહિલા સરપંચના એકના એક પુત્રે ફાંસો ખાઇ આપઘાત કરી લેતાં અરેરાટી મચી ગઇ હતી. રાવકીમાં રહેતા ભૂપત હમીરભાઇ ડાંગરે (ઉ.વ.૩૨) બુધવારે બપોરે પોતાના ઘરે પંખા સાથે સાડી બાંધી ફાંસો ખાઇ લીધો હતો. સાંજે તેનો પિતરાઇ ભાઇ ઘરે આવ્યો ત્યારે ભૂપતની લાશ લટકતી નજરે પડી હતી. પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, ભૂપતની માતા શાંતાબેન રાવકીના સરપંચ છે અને તે એકનો એક પુત્ર હતો. ભૂપતને સંતાનમાં ચાર પુત્રી છે, ડાંગર પરિવાર પુત્ર ઝંખતો હતો, ચાર ચાર પુત્રી છતાં પુત્ર નહીં મળતા પરિવારજનોએ અનેક બાધાઆખડી કરી હતી પરંતુ, પુત્ર પ્રાપ્તિ થઇ નહોતી. પુત્ર પ્રાપ્તિ નહીં થતા ભૂપતની પત્નીએ દોઢ મહિના પૂર્વે જ પોતાના ઘરે ફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. પત્નીના આપઘાત બાદ ભૂપત શોકમાં ગરકાવ થઇ ગયો હતો અને ગુમસુમ રહેતો હતો. બુધવારે સવારે શાંતાબેન પોતાની ચારેય પૌત્રીને લઇ રાજકોટ મેળે આવ્યા હતા. ત્યારે ઘરમાં એકલા રહેલા ભૂપતે પત્નીના વિયોગમાં પગલું ભરી લીધું હતું.