• Gujarati News
  • ડીએસઓની નબળી કામગીરીમાં સુધારો ન થાય તો ગાંધીનગર ફરિયાદ કરવાની ચીમકી

ડીએસઓની નબળી કામગીરીમાં સુધારો ન થાય તો ગાંધીનગર ફરિયાદ કરવાની ચીમકી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ડીએસઓની નબળી કામગીરીમાં સુધારો ન થાય તો ગાંધીનગર ફરિયાદ કરવાની ચીમકી
રાજકોટ રાજકોટ જિલ્લા કલેકટરના અઘ્ય ા સ્થાને મંગળવારે યોજાયેલી આર.ઓ.મિટિંગમાં જમીન રી-સરવેની કામગીરી કરતી કોન્ટ્રાકટ કંપની ઉપરાંત બેદરકાર ડેપ્યુટી કલેકટરો અને મામલતદારોનો ઉધડો લેવાયો હતો. કોટડાસાંગાણી લોધિકા અને પડધરી વિસ્તારમાં જમીન રી-સરવે ઢીલી કામગીરી અંગે જવાબદારોનો ઉધડો લીધા બાદ કલેકટર મનીષા ચંદ્રાએ કરોડોની મહેસૂલ બાકીના મામલે ડેપ્યુટી કલેકટરો અને મામલતદારોને વસૂલાત અંગે દર અઠવાડિયે રિપોર્ટ કરવા તાકીદ કરી હતી. આ ઉપરાંત જિલ્લામાં ફૂડકૂપનની નબળી કામગીરી અંગે તથા નવા બારકોડેડ રેશનકાર્ડ વિતરણની ઢીલી કામગીરી અંગે જવાબદાર મામલતદારો અને ડીએસઓ કે.એલ.પરમારનો ચંદ્રાએ ઉધડો લઇ કામગીરી ન સુધરે તો ડીએસઓ વિરુઘ્ધ ગાંધીનગર લેખિતમાં ફરિયાદ કરવાની ચીમકી આપી હતી. પુરવઠા અધિકારી કે. એલ. પરમારે જણાવ્યું હતું કે, હાલમાં રાજકોટ શહેરમાં ૮૦, ૦૦૦ જેટલા બારકોડેડ રેશનકાર્ડ વિતરણની કામગીરી બાકી છે, દુકાનો પરથી એજન્સીના કર્મચારીઓ પરત ચાલ્યા જતાં હાલમાં ઝોનલ કચેરીઓમાં બારકોડેડ રેશનકાર્ડની કામગીરી ચાલુ છે. જયારે, ફૂડ કૂપનમાં પણ કામગીરી ૩ ટકા જેટલી ઘટી છે.
ન્યૂઝ ઈન બોકસ
બાલભવનમાં યોજાઇ ઓપન રાજકોટ અંતા ારી સ્પર્ધા
બાલભવન ખાતે ઓપન રાજકોટ અંતા ારી સ્પર્ધા ૧૦ થી ૧૬ વયના બાળકો માટે યોજાઇ હતી. અ ાર, ધૂન, વિઝયુઅલ, અંતરા મુખડા રાઉન્ડમાં પ્રથમ, દ્વિતીય, તૃતીય ક્રમે નિષ્ઠા તન્ના, સ્મિત મકોડિયા, શ્રતિ સવાણી, મનીષ પટેલ, જયરાજસિંહ ઝાલા, સમર્થ કૂલર, હિના કારિયાણિયા, ફોરમ ભીંડોરા વિજેતા થયા હતા. વિજેતા બાળકોને ટ્રસ્ટી મનસુખભાઇ જોષીએ ઇનામ વિતરણ કર્યાં હતા. સ્પર્ધાનું સંચાલન મિલીબેન ત્રિવેદીએ કર્યું હતું.
પતંજલિ શાળામાં નંદ મહોત્સવ ઉજવાયો
પતંજલિ સ્કૂલ્સ અને પતંજલી વિધાલય દ્વારા કષ્ણ જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. નંદ ધેરા આનંદ ભયોના નાદ સાથે મટકી ફોડનો કાર્યક્રમ યોજાયો હતો. શાળાના શિ ાકો, વિધાર્થીઓ, આચાર્ય વગેરે મહોત્સવમાં જોડાયા હતા. સર્વેને પ્રસાદીનું વિતરણ કરાયું હતું.
૧૯મી સપ્ટેમ્બરે નૌસેનામાં વિવિધ જગ્યાઓ માટે ભરતી કેમ્પ
આઇ.એન.એસ.વાલસુરા જામનગર દ્વારા ૧૯મી સપ્ટેમ્બરના ભારતીય નૌકાદળમાં સિનિયર સેકેન્ડરી રીક્રૂમેન્ટ જગ્યા માટે જામનગર, નૌસેના હેડકવાટર્સ ખાતે ભરતી કાર્યક્રમ યોજાશે. રાજકોટ જિલ્લાના ઉમેદવા