• Gujarati News
  • ગણેશની ૯ ફૂટથી ઊચી મૂર્તિની સ્થાપના નહીં થઇ શકે

ગણેશની ૯ ફૂટથી ઊચી મૂર્તિની સ્થાપના નહીં થઇ શકે

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહારાષ્ટ્રની જેમ ગુજરાતમાં પણ ગપણતિ મહોત્સવની ભાવભેર ધામધૂમથી ઉજવણી થાય છે. શહેરના દરેક વિસ્તારના ચોક, શેરીઓમાં ગણપતિની સ્થાપના કરવામાં આવે છે. ૨૯મી ઓગસ્ટથી ગણેશોત્સવનો પ્રારંભ થઇ રાો છે. ૮મી સપ્ટેમ્બરે ગણેશજીની મૂર્તિઓનું નદી, તળાવમાં વિસર્જન કરવામાં આવશે. ગણેશની પીઓપી(પ્લાસ્ટર ઓફ પેરિસ)થી બનાવાયેલી મૂર્તિઓનું નદી, તળાવમાં વિસર્જન કરવાથી પર્યાવરણને નુકસાન થાય છે. કમિશનર મોહન ઝાએ એન્વાયરમેન્ટ પ્રોટેકશન એકટને આધાર બનાવીને જાહેરનામું પ્રસિઘ્ધ કરી પીઓપીની મૂર્તિઓ નદી-તળાવમાં વિસર્જન કરવા ઉપર મનાઇ ફરમાવી છે, તેમજ ગણેશજીની ૯ ફૂટથી ઊચી પ્રતિમાનું સ્થાપન કરવા ઉપર પ્રતિબંધ ફરમાવ્યો છે. જાહેરનામાનો ભંગ કરનાર વ્યકિતઓ સામે બિનજામીનલાયક ગુનો નોંધી કાર્યવાહી કરવામાં આવશે.
ગણેશની મૂર્તિ ૯ ફૂટથી ઊચી ન હોવાના કમિશનરના જાહેરનામાથી ગણેશોત્સવનું આયોજન કરતા વિવિધ મંડળોમાં વિરોધ શરૂ થયો છે. શહેરમાં સાર્વજનિક ગણેશ મહોત્સવ સમિતિ દ્વારા (ત્રિકોણબાગકા રાજા) સૌથી મોટું આયોજન કરવામાં આવે છે. સમિતિના અઘ્ય ા જીમ્મી અડવાણીએ જણાવ્યું હતું કે મૂર્તિની બનાવટમાં કલર, કેમિકલ અને પીઓપીનો ઉપયોગ પર્યાવરણ માટે નુકસાનકર્તા હોવાથી આવી મૂર્તિઓ પરનો પ્રતિબંધ આવકારદાયક છે. શહેરના મોટાભાગના આયોજકો ઇકો ફ્રેન્ડલી મૂર્તિઓ બનાવડાવે છે. જો કે ગણેશજીના અનેક સ્વરૂપની મૂર્તિ બનાવડાવાઇ છે. ત્યારે મૂર્તિની ઊચાઇ અને પહોળાઇ અંગે કોઇ નિયમ ન હોવો જોઇએ. ૯ ફૂટથી ઊચી મૂર્તિ ન હોવાનો નિર્ણય યોગ્ય નથી. જયારે બાલભવન સામેના મેદાનમાં ભારતીય જનતા પાર્ટી આયોજીત ગણેશોત્સવ સમિતિના સંયોજક નીતિન ભારદ્વાજે કાું હતું કે, ગણેશોત્સવના આડે હવે આઠ દિવસ જ રાા છે અને આયોજકોએ તો મૂર્તિના ઓર્ડર દોઢ - બે માસ અગાઉ આપી દીધા હોય છે. કમિશનરનો નિર્ણય આવકારદાયક છે. આવતા વર્ષથી મૂર્તિની ઊચાઇના નિયમને પણ અનુસરસુ. જો કે ૯ ફૂટથી ઊચી મૂર્તિ ન રાખવાના કારણો અંગે કમિશનરે સ્પષ્ટતા કરવી જોઇએ તેમજ જાહેરનામું પણ વહેલું બહાર પાડવું જોઇએ. વધુમાં જે લોકોએ પીઓપીની મૂર્તિ મગાવી લીધી છે તે લોકો જાહેરનામાના કારણે હવે આવી મૂર્તિઓનું વિસર્જન કઇ રીતે અને કયાં કરવું તે અંગે અવઢવમાં મુકાયા છે.
મૂર્તિની ઊચાઇના ફતવા સામે વિવિધ મંડળોમાં ઉઠયો વિરોધ
ગણેશોત્સવ દરમિયાન આટલા પ્રતિબંધ
પીઓપીની મૂર્તિઓ વિસર્જન સમયે નદી, તળાવના કિનારે પૂજનવિધિ કરીને તેમાં પધરાવવી નહીં ક