• Gujarati News
  • પામોલિનમાં ૫૦નું ગાબડું

પામોલિનમાં ૫૦નું ગાબડું

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જન્માષ્ટમીના તહેવાર બાદ બુધવારે ઉઘડતી બજારે ખાધતેલના ભાવ કડડભૂસ થઇ ગયા હતા. વિશ્વબજારમાં પામોલિન અને સોયા ઓઇલના ભાવમાં જોવાયેલો કડાકો અને તહેવાર બાદ લેવાલી ધીમી પડી જતાં ખૂલતી બજારે જ પામોલિનમાં રૂ.૫૦નો કડાકો બોલી ગયો હતો.
પાંચ દિવસની લાંબી રજા બાદ શહેરની બજારમાં કામકાજનો ધમધમાટ શરૂ થયો હતો. ખૂલતી બજારે જ પામોલિન તેલમાં ડબે રૂ.૫૦નો ઘટાડો થઇ ભાવ રૂ.૯૦૦ની સપાટીએ પહોંચી ગયો હતો. સ્થાનિકમાં કપાસિયા તેલમાં ૪-૫ ટેન્કર અને સિંગતેલમાં ૧૦-૧૫ ટેન્કરના કામકાજ હતા. કપાસિયા ટીન રૂ.૨૦ ઘટી રૂ.૧૦૬૦-૧૦૮૦ અને કોર્ન ઓઇલ રૂ.૧૦ ઘટી રૂ.૧૦૪૦ના ભાવે પહોંરયું હતું. સિંગતેલ લુઝના ભાવમાં ઘટાડો હતો પણ બ્રાન્ડવાળાએ ભાવ ટકાવી રાખતા નવા ટીનના ભાવ યથાવત્ રાા હતા. સિંગતેલ નવા ટીન ૧૫ કિલો રૂ.૧૩૫૦-૧૩૫૫ના ભાવે પહોંરયું હતું. તેલના ભાવમાં થયેલા ઘટાડા વિશે વેપારીઓએ જણાવ્યું હતું કે વિશ્વબજારમાં પામોલિન અને સોયા ઓઇલ વાયદા તથા હાજર બજારમાં ભાવ તૂટી જતાં સ્થાનિક ભાવ પર તેની સઅર જોવા મળી રહી છે. બીજીતરફ લેવાલી પણ ઓછી રહેતા ભાવમાં મોટી તેજીની શકયતા નથી.
ખાધતેલના ભાવ
સિંગતેલ ૧૩૫૦-૧૩૫૫
કપાસિયા તેલ ૧૦૬૦-૧૦૮૦
પામોલિન ૯૦૦
સનફલાવર ૧૧૧૦
કોર્ન ઓઇલ ૧૦૪૦
સરસિયું ૧૦૯૦-૧૧૧૦