• Gujarati News
  • સૈયદના મુફદ્દલસાહેબ અલીગઢ યુનિવર્સિટીના કુલપતિ નિમાયા

સૈયદના મુફદ્દલસાહેબ અલીગઢ યુનિવર્સિટીના કુલપતિ નિમાયા

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સૈયદના મુફદ્દલસાહેબ અલીગઢ યુનિવર્સિટીના કુલપતિ નિમાયા

ભાસ્કરન્યૂઝ. રાજકોટ

દાઉદીવ્હોરા સમાજના ધર્મગુરુ સૈયદના મુફદ્દલ સાહેબની અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીના ચાન્સલર તરીકે નિમણૂક થતાં વિશ્વભરના દાઉદી વ્હોરા સમાજમાં હર્ષની લાગણી પ્રગટી છે. યુનિવર્સિટીના ચાન્સલર તરીકે સૈયદના સાહેબના પિતાશ્રી સૈયદના મહમ્મદ બુરહાનુદ્દીન પણ ફરજ બજાવી ચૂક્યા છે. નાગેશ્વર વિસ્તારમાં આવેલી બદરી મજાર ખાતે યોજાયેલા ઉર્સમાં શનિ અને રવિ એમ બે દિવસ માટે દાઉદી વ્હોરા સમાજના ધર્મગુરુ જામનગર પહોંચ્યા હતા. રવિવારે તેઓ જામનગરથી પરત પોતાના નિર્ધારિત સમયે જવા રવાના થઇ ગયા હતા. રાજકોટની એમએસબી ઇન્સ્ટિટ્યૂટના 7 વર્ષની વયના બાળકોને તેમને કુરાનના પાઠ ભણાવી બપોરે 2:51 વાગ્યે કુરાન પઠનની શરૂઆત કરાવી હતી. સવારે 10 વાગ્યે મુલ્લા મેડી ખાતે આવેલી સૈફી મસ્જિદમાં સૈયદના સાહેબે વાએઝ ફરમાવેલ, જે બપોરના 2:30 સુધી ચાલ્યું હતું.

સૈયદના મુફદ્દલ સાહેબ