• Gujarati News
  • જુગાર રમતા પાંચ ઝડપાયા

જુગાર રમતા પાંચ ઝડપાયા

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શહેરમાંયંત્ર પર જુગારનું દૂષણ ફૂલ્યું ફાલ્યું છે ત્યારે શહેર પોલીસે વધુ એક સ્થળે દરોડો પાડ્યો હતો. કરણપરા શેરી નં.37માં આવેલી ક્રિષ્ના મોબાઇલ નામની દુકાનનો સંચાલક ગોપાલનગરમાં રહેતો મહેશ ભગવાનજી પૂજારા પોતાની દુકાનમાં યંત્ર પર જુગાર રમાડતો હોવાની હકીકત મળતા ફર્લો સ્કવોડના પીએસઆઇ ગજુભા રાઠોડ સહિતનો સ્ટાફ દોડી ગયો હતો. પોલીસે જુગાર રમી રહેલા મહેશ પૂજારા, દીપક વલ્લભ રાઘવાણી, મહેન્દ્ર બહાદુર બારભાયા, મનુ ચકુ ચાવડા અને અરવિંદ સુંદરદાસ આસવાણીને ઝડપી રોકડા 23,960 અને કમ્પ્યુટર સિસ્ટમ સહિત 34660નો મુદ્દામાલ કબજે કર્યો હતો.