• Gujarati News
  • ઉદ્યોગપતિનો આબાદ બચાવ થયો

ઉદ્યોગપતિનો આબાદ બચાવ થયો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મોરબીનાશનાળા ગામ પાસે બુધવારે વહેલી સવારે ઓરપેટ કલોક ગ્રૂપના માલિકની કાર ટ્રકના પાછળના ભાગે અથડાઇ હતી જો કે કોઇને ઇજા પહોંચી નહતી અને બનાવ અંગે કોઇ ફરિયાદ નોંધાઇ નહતી.
બનાવની પ્રાપ્ત વિગત મુજબ મોરબીના ઓરપેટ કંપનીના માલિક પ્રવીણભાઇ પટેલ બુધવારે પોતાની મર્સિડીઝ કાર લઇને રાજકોટ હાઇવે પર આવેલા કારખાનેથી ઘરે આવી રહ્યા હતા ત્યારે તેમની કારની આગળ જતા ટ્રકના ચાલકે અચાનક બ્રેક મારતા પ્રવીણભાઇની કાર ટ્રકમાં પાછળના ભાગે ધડાકાભેર અથડાઇ હતી. દરમિયાન જો કે સદનસીબે સમયસર એરબેગ ખુલી જતાં ઉદ્યોગપતિને લેશમાત્ર પણ ઇજા પહોંચી નહોતી. જો કે બનાવ અંગે પોલીસમાં કોઇ ફરિયાદ નોંધાવવામાં આવી નહતી. ઓરપેટ ગ્રૂપના માલિક પ્રવીણભાઇની કારને અકસ્માતની વાત મોરબીમાં વાયુવેગે ફેલાઇ હતી. જો કે અકસ્માતમાં ઉદ્યોગપતિનો ચમત્કાિરક બચાવ થતા પરિવારજનોએ હાશકારો અનુભવ્યો હતો.
શનાળા પાસે ટ્રક પાછળ કાર ઘૂસી ગઇ
ઓરપેટના માિલકની કારને અકસ્માત નડ્યો