• Gujarati News
  • 221 બોટલ દારૂ સાથે ત્રણ ઝડપાયા

221 બોટલ દારૂ સાથે ત્રણ ઝડપાયા

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શહેરપોલીસે બે સ્થળોેએ કાર આંતરીને 221 બોટલ દારૂ સાથે ત્રણ શખ્સોને ઝડપી લીધા હતા.
કનકનગર બગીચા પાસે રહેતો બુટલેગર પ્રફુલ વાલા મઢની તેના ઘર નજીક દારૂ ભરેલી કાર સાથે ઊભો હતો ત્યારે પોલીસ ત્રાટકી હતી, પોલીસને જોતા પ્રફુલ કાર રેઢી મૂકી નાસી ગયો હતો. કારમાંથી 101 બોટલ દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે કાર અને દારૂ સહિત કુલ રૂ.180300નો મુદ્દામાલ કબજે કર્યો હતો.
તેમજ એસઓજીના સ્ટાફે મંગળવારે રાિત્રના અટિકા વિસ્તારમાંથી પસાર થતી કારમાંથી દારૂના જથ્થા સાથે ઉદયનગરના દર્પણ ઉર્ફે ભાણો રાજેન્દ્ર કથરેચા, લાલપરી મફતિયાપરામાં રહેતા સિકંદર ઉર્ફે સિક્કો આદમ ખેભર તથા હસનવાડીના પંકજ ઉર્ફે લાલો ભૂપત કોદારાની ધરપકડ કરી દારૂ અને કાર સહિત કુલ રૂ.2.86 લાખનો મુદ્દામાલ કર્યો હતો.