• Gujarati News
  • દેવભૂમિદ્વારકાના ઓખા ગામની પોસ્ટ ઓફીસમાં મળી આવેલા દેશી બોમ્બને

દેવભૂમિદ્વારકાના ઓખા ગામની પોસ્ટ ઓફીસમાં મળી આવેલા દેશી બોમ્બને

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દેવભૂમિદ્વારકાના ઓખા ગામની પોસ્ટ ઓફીસમાં મળી આવેલા દેશી બોમ્બને ડીફયુઝ કરાયા બાદ જેના નામનું પાર્સલ આવ્યુ હતું તે ધરમ ઇશ્વરલાલ દેવમુરારી દ્વારા પોલીસમાં વિધિવત ફરિયાદ નોંધાવાઇ હતી અને ફરિયાદ નોંધાયાના ગણતરીના કલાકોમાં રાજકોટના બે આરોપીઓ પોલીસ સકંજામાં આવી ગયા હતાં.
ઓખા પોસ્ટઓફીસે મળી આવેલા પાર્સલમાં સાડા ત્રણ કીલોના બોમ્બને ડીફયુઝ કરાયા બાદ પાર્સલ જેમના નામ પર આવ્યુ હતું અને પાર્સલ તેને જાનથી મારી નાખવાના આશયથી મોકલાવવામાં આવ્યુ હતું. તેવી ફરિયાદ ધરમ ઇશ્વરલાલ દેવમુરારી દ્વારા પોલીસમાં નોંધાવી હતી અને શંકાના દાયરામાં આવતા તેના રાજકોટ સ્થિત સાળાઓ ભરત મનુભાઇ સરવૈયા તથા રોહીત મનુભાઇ સરવૈયાના નામ નોંધાવ્યા હતાં. પોલીસે રાજકોટ તરફ તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. બનાવની જાણ રાજકોટ આઇજીને કરાતા તેમણે તપાસનો દૌર રાજકોટ આરઆરસેલને સોંપ્યો હતો અને આરઆરસેલના સ્ટાફે બન્ને આરોપીઓને ગણતરીની કલાકોમાં ઝડપી લીધા હતા.
દ્વારકામાં બોમ્બ મોકલનાર આખરે પોલીસ સકંજામાં
ગણતરીના કલાકોમાં સફળતા મળી
બહેન જોડે મૈત્રીકરાર અંગે ખાર રખાયો
ધરમઇશ્વરલાલદેવમુરારી આરોપીની બહેન જોડે દ્વારકામાં મૈત્રી કરાર કરી સાથે રહેતો હતો. પરંતુ થોડા સમય પહેલા આરોપીનો પરિવાર તેને રાજકોટ પરત લઇ ગયા હતાં. જેનો ખાર રાખીને પણ કારસ્તાન કરાયુ હોવાની શંકા સેવાઇ રહી છે.