• Gujarati News
  • કોર્પોરેટર રાઠોડના વધુ એક સાગરીતની ધરપકડ

કોર્પોરેટર રાઠોડના વધુ એક સાગરીતની ધરપકડ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શહેરનાવોર્ડ નં.6ના ભાજપના કોર્પોરેટર જયશ્રીબેન ડોડિયા અને તેના પતિ કિરીટસિંહ ડોડિયા 15મી ઓગસ્ટે ધ્વજવંદન કરીને નીકળ્યા હતા ત્યારે સાથી કોર્પોરેટર અનિલ રાઠોડ કારમાં ધસી આવ્યો હતો અને અનિલ તથા તેની સાથેના ત્રણ શખ્સોએ મહિલા કોર્પોરેટર અને તેના પતિ પર ખૂની હુમલો કર્યો હતો. પોલીસે તત્કાલીન સમયે નગરસેવક અનિલ રાઠોડ અને તેના બે સાગરીતની ધરપકડ કરી હતી, પરંતુ ગુનામાં ફરાર અન્ય એક આરોપી વર્ધમાનનગરમાં રહેતો મનીષ ઉર્ફે મુન્નો વિરમ મુંધવા નાસતો ફરતો હતો. બુધવારે પોલીસે મનીષ મુંધવાની ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી કરી હતી. દરમિયાન નગરસેવકના સાગરિતની ધરપકડમાં પોલીસે ઢીલી નીતિ રાખ્યાનો પણ આક્ષેપ થઈ રહ્યો છે.