• Gujarati News
  • ગોંડલરોડ પર આવેલા સિદ્ધિ વિનાયક મોટર્સ જનરલ પ્રા.લી.ના એજન્ટ

ગોંડલરોડ પર આવેલા સિદ્ધિ વિનાયક મોટર્સ જનરલ પ્રા.લી.ના એજન્ટ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગોંડલરોડ પર આવેલા સિદ્ધિ વિનાયક મોટર્સ જનરલ પ્રા.લી.ના એજન્ટ તરીકે કામ કરતા જૂનાગઢના સાંબલપુરના ભરત ગૌરીદાસ દૂધરેજિયા અને તેના ભાઇ સંજય દૂધરેજિયાએ કંપનીની પાંચ પેસેન્જર રિક્ષા અને લોડિંગ વાહનો વેચી રૂા.14,92,900 કંપનીમાં જમા કરાવવાને બદલે બારોબાર હજમ કરી ગયાની કંપનીના મેનેજર રાજેશભાઇ સંપટે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ગુનો નોંધી ભરત દૂધરેજિયાની ધરપકડ કરી તેને ત્રણ દિવસના રિમાન્ડ પર લીધો છે, જયારે ગુનામાં ફરાર સંજય દૂધરેજિયાની શોધખોળ શરૂ કરી હતી.
14.92 લાખની ઠગાઇ કરનાર ત્રણ દી’ના રિમાન્ડ પર