• Gujarati News
  • સિવિલમાં નિવૃત્ત ફોજી પર પાંચ સિક્યુરિટી ગાર્ડનો હુમલો

સિવિલમાં નિવૃત્ત ફોજી પર પાંચ સિક્યુરિટી ગાર્ડનો હુમલો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કોઇનેકોઇ મુદ્દે વિવાદમાં રહેતી સિવિલ હોસ્પિટલમાં બુધવારે સવારે પાંચ સિકયુરિટી ગાર્ડે નિવૃત્ત ફોજી પર લાકડીથી હુમલો કરતા નાસભાગ મચી ગઇ હતી. વળતા પ્રહારમાં બે સિકયુરિટી ગાર્ડને પણ ઇજા થતા ત્રણેયને હોસ્પિટલમાં ખસેડાયા હતા.
બનાવની પ્રાપ્ત િવગત મુજબ, મોરબી રોડ પરના સદ્દગુરુપાર્કમાં રહેતા નિવૃત્ત ફોજી મહેશભાઇ પોપટભાઇ સોલંકી (ઉ.વ.45) બુધવારે સવારે દસ વાગ્યે તેના પિતાનો કેન્સરનો રિપોર્ટ લેવા હોસ્પિટલે આવ્યા હતા અને પોતાનું બાઇક નવી ઓપીડી પાસે રાખ્યું હતું. હોસ્પિટલમાં સિકયુરિટી ગાર્ડ તરીકે નોકરી કરતા લાલભા નામના શખ્સે બાઇક ત્યાંથી દૂર પાર્ક કરવાનું કહેતા ‘હમણા રિપોર્ટ લઇને આવું છું’ તેમ કહી માજી સૈનિક ત્યાં બાઇક મૂકીને જતા રહ્યા હતા. પૂર્વ સૈનિક રૂમ નં.10માં રિપોર્ટ લેવા પહોંચ્યા હતા ત્યારે લાલભા અને અન્ય ચાર સિકયુરિટી ગાર્ડ ત્યાં લાકડી સાથે ધસી ગયા હતા અને મહેશભાઇ સોલંકી પર આડેધડ તૂટી પડ્યા હતા.
નિવૃત્ત ફોજી પર હીચકારો હુમલો થતા વોર્ડ નં.10માં હાજર અન્ય દર્દીઓમાં નાસભાગ મચી ગઇ હતી. પાંચેય ચોકીદારે કરેલા હુમલામાં માજી સૈનિકને ઇજા થતા માથામાંથી લોહી વહેવા લાગ્યું હતું. જોકે તેણે એક સિકયુરિટી ગાર્ડ પાસેથી લાકડી આંચકી લઇ વળતો પ્રહાર શરૂ કર્યો હતો. મહેશ સોલંકીએ કરેલા પ્રહારમાં સિકયુરિટી ગાર્ડ જીવાભાઇ પમાભાઇ મકવાણા (ઉ.વ.45) અને રાજેશ ડાયાભાઇ જાદવ (ઉ.વ.34)ને પણ ઇજા થઇ હતી. બઘડાટી ચાલુ હતી ત્યારે કોઇએ જાણ કરતા પ્ર.નગર પોલીસ દોડી ગઇ હતી અને બખેડો શાંત પાડ્યો હતો. મારામારીમાં ઘવાયેલા ત્રણેયને હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા હતા.
બનાવ અંગે નિવૃત્ત ફોજી મહેશ સોલંકીએ નોંધાવેલી ફરિયાદ પરથી પોલીસે લાલભા સહિત પાંચ સિકયુરિટી ગાર્ડ સામે ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.
િનવૃત્ત ફોજી પર પાંચ િસક્યુિરટી ગાર્ડ તૂટી પડ્યા હતા. વળતા હુમલામાં લોહીલુહાણ હાલતમાં ફોજીએ પણ બે િસક્યુિરટી ગાર્ડને ઈજા કરી હતી.
જાહેરમાં મારામારી થતાં લોકોમાં નાસભાગ
સિિવલહોિસ્પટલમાંબાઈક પાિર્કંગ કરવા જેવા નજીવા મુદ્ે સિક્યુિરટી ગાર્ડે કાયદો હાથમાં લઈ િનવૃત્ત ફોજી પર હુમલો કર્યો હતો સામા પક્ષે ફોજીએ પણ હુમલો કરતા જાહેરમાં મારા મારીના દૃશ્યો સર્જાયા હતા. દૃશ્યો િનહાળી સારવાર માટે આવેલા દર્દીઓ સહિતના લોકોમાં િરતસરની નાસભાગ મચી ગઈ હતી. સદનસીબે પોલીસ સમયર પહોંચી જતા મામલો થાળે પડ્યો હતો.