• Gujarati News
  • ટાઇફોઇડના 9 કેસ, 2 મલેરિયાના સકંજામાં

ટાઇફોઇડના 9 કેસ, 2 મલેરિયાના સકંજામાં

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટમાંસતત હળવાથી ભારે ઝાપટાં વચ્ચે વધતી ગંદકીથી મચ્છરજન્ય રોગચાળો વકરતો જાય છે. ઉપરાંત શરદી-ઉધરસ અને ઝાડા-ઊલટીના કેસમાં પણ વધારો થતો જાય છે. મલેરિયા, ટાઇફોઇડ અને ડેંગ્યૂના વધુ 11 કેસ મનપાના ચોપડે નોંધાયા છે. જો કે, આંકડો માત્ર સરકારી છે. ખાનગી હોસ્પિટલનો સરવે કરવામાં આવે તો રોગચાળાની વધુ ગંભીર હાલત સામે આવે તેમ છે.
એકબાજુ મનપા દ્વારા વન-ડે, વન-વોર્ડ કાર્યક્રમ ચાલી રહ્યો છે. જે વોર્ડનો વારો હોય ત્યાં સઘન સફાઇ થતી હોવાનો દાવો કરવામાં આવે છે. મેઇન રોડને બાદ કરતા સોસાયટી વિસ્તારોમાં ગંદકી જોઇને તંત્રનો દાવો પોકળ હોય સ્પષ્ટપણે સામે આવી શકે તેમ છે. વરસાદી ગંદકીથી મચ્છરજન્ય રોગચાળાએ વધુ પંજો ફેલાવ્યો છે.
મનપાની આરોગ્ય શાખાના ચોપડે છેલ્લાં એક સપ્તાહમાં નોંધાયેલા કેસમાં મચ્છરજન્ય રોગચાળાના સકંજામાં આવી ગયા હોય એવા કેસ વધ્યા છે. બીજીબાજુ ઝાડા-ઊલટીના કેસમાં પણ વધારો થયો છે. 265 વ્યકિત ઝાડા-ઊલટી, શરદી-ઉધરસના 253 અને તાવના 35 કેસ નોંધાયા છે.
શહેરમાં મચ્છરજન્ય રોગચાળો વર્ક્યો,
શરદી-તાવના કેસમાં િચંતાજનક હદે વધારો